Get The App

બિલ્ટ-ઇન ડાયલરનો સમાવેશ કરવા જઈ રહ્યું છે વોટ્સએપ, ફોન કરવામાં વધુ સરળતા થશે

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
બિલ્ટ-ઇન ડાયલરનો સમાવેશ કરવા જઈ રહ્યું છે વોટ્સએપ, ફોન કરવામાં વધુ સરળતા થશે 1 - image


WhatsApp Soon Release Built-In Dialer: યુઝરને વધુ સરળતા રહે એ માટે વોટ્સએપ હવે નવું ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. વોટ્સએપમાં હવે બિલ્ટ-ઇન ડાયલર હશે, એટલે કે યુઝર હવે વોટ્સએપ પર નંબર લખીને એને ડાયલ કરી શકશે. પહેલાં, નંબર સેવ કરવો પડતો હતો અને ત્યારબાદ કોલ કરવો પડતો હતો, પરંતુ હવે દરેક સમસ્યાનું નિરાકરણ આવવા જઈ રહ્યું છે.

ફોન કરવામાં વધુ સરળતા

કમ્યુનિકેશનમાં વધુ સરળતા રહે તે માટે વોટ્સએપ આ ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. આ ડાયલરનો ઉપયોગ સામાન્ય કોલ કરવા માટે પણ થઈ શકે છે, ફક્ત વોટ્સએપ કોલ્સ માટે જ નહીં. આથી, એકવાર આ ફીચર અથવા તો બીટા વર્ઝનમાં ઉપલબ્ધ થતાં, એના ઉપયોગ વિશે વધુ માહિતી મળી શકશે.

આ પણ વાંચો: વોટ્સએપ ગ્રૂપ કોલમાં જોરદાર સુધારા: જાણો નવા ફીચર્સ

બિલ્ટ-ઇન ડાયલરનો સમાવેશ કરવા જઈ રહ્યું છે વોટ્સએપ, ફોન કરવામાં વધુ સરળતા થશે 2 - image

અન્ય ડાયલરની જરૂર નહીં પડે

એન્ડ્રોઇડ અને આઇફોન બન્નેમાં ફોન કોલ્સ માટે કંપનીના ડાયલરનો ઉપયોગ થાય છે. જો વોટ્સએપ આ ડાયલરને સામાન્ય કોલ માટે પણ ઉપયોગ કરી શકાય એવું બનાવે, તો એન્ડ્રોઇડ અને આઇફોનના ડાયલર પર યુઝર્સને ભરોસો રાખવાની જરૂર નહીં રહે. એક જ એપ્લિકેશનમાંથી બન્ને પ્રકારના ફોન થઈ શકશે. આ નાનો બદલાવ છે, પરંતુ એ ખૂબ જ કામનો છે. મેટા કંપની દરેક સર્વિસ માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગે છે. તેથી વોટ્સએપમાં હવે ટેક્સ્ટ મેસેજનો પણ સમાવેશ થઈ શકે છે. હાલમાં, વોટ્સએપ આ ડાયલરને ફક્ત વોટ્સએપ ટૂ વોટ્સએપ કોલ્સ માટે સીમિત રાખે એવું બની શકે છે.

આ પણ વાંચો: મસ્ક પર લાગ્યો ચીટિંગનો આરોપ, ગેમ રમવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનો આરોપ

ક્વોલિટીમાં સુધારો

ફોન કોલ માટે ડાયલર સાથે, વોટ્સએપ દ્વારા તેની ક્વોલિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. વોટ્સએપના વિડીયો કોલ્સની ક્વોલિટી સુધારી દીધી છે અને ઓડિયો કોલ્સ પણ પહેલા કરતાં વધુ સ્પષ્ટ સંભળાય છે. ગ્રૂપમાં પણ પસંદગીની વ્યક્તિને કોલ કરવાની સુવિધા આપી છે. ડાયલર ફીચર તે લોકો માટે ઉત્તમ છે, જે વોટ્સએપ કોલિંગ કરે છે. સામાન્ય કોલ્સ કરનાર લોકો માટે આ ફીચર હજી એટલું જરૂરી સાબિત નહીં થાય.


Google NewsGoogle News