Get The App

વોટ્સએપ પર સાયબર એટેકઃ બે ડઝન દેશોના યુઝર્સ બન્યા ભોગ, ઈઝરાયલના સ્પાયવેરનું કારસ્તાન હોવાની મેટાની કબૂલાત

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
વોટ્સએપ પર સાયબર એટેકઃ બે ડઝન દેશોના યુઝર્સ બન્યા ભોગ, ઈઝરાયલના સ્પાયવેરનું કારસ્તાન હોવાની મેટાની કબૂલાત 1 - image


Cyber ​​attack on WhatsApp: સાયબર એટેક કરવા માટે હેકર્સ જાતજાતના પેંતરા અજમાવતા રહે છે. તાજેતરમાં તેમણે વોટ્સએપ એટેક કરતા કંઈક જુદો જ પેંતરો અપનાવ્યો હતો! જી હા, એન્ક્રિપ્શનને લીધે અત્યંત સુરક્ષિત ગણાતું વોટ્સએપ પણ હવે સુરક્ષિત રહ્યું નથી. વાતની પુષ્ટિ ખુદ વોટ્સએપની માલિક કંપની ‘મેટા’ દ્વારા કરાઈ છે. 

મેટાએ આ સાયબર એટેકની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, હેકર્સે દુનિયાના 20 દેશોના 90 લોકો પર સાયબર હુમલો કર્યો છે, જેમાં પત્રકારો અને અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકોના વોટ્સએપ હેક કરવાનો પ્રયાસ કરાયો હતો. અલબત્ત, સાયબર એટેકનો ભોગ બનેલા કોઈના નામની વિગતો જાહેર કરાઈ નથી. 

આ પણ વાંચો: વોટ્સએપ યૂઝર્સ હવે લિંક ડિવાઇઝમાં પણ જોઈ શકશે ‘વ્યુ વન્સ’ મીડિયા, મોબાઇલની જરૂર હવે નહીં પડે

મેટાએ ઈઝરાયલની સ્પાયવેર કંપની ‘પેરાગોન સોલ્યુશન્સ’ને આ માટે દોષિત ઠેરવી છે અને તેમને ચેતવણીસૂચક નોટિસ પાઠવી છે. મેટાના કહેવા મુજબ આ હેકિંગ માટે ‘ગ્રેફાઈટ’ નામના સર્વેઇલન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો હતો, જે ‘ઝીરો ક્લિક ટેક્નિક’ પર કામ કરે છે. આ એવી ટેક્નિક છે જેમાં યુઝર કોઈ લિંક પર ક્લિક ન કરે તો પણ હેકર તેના ડિવાઈસ (મોબાઈલ કે કમ્પ્યુટર) ઍક્સેસ કરી શકે છે અને તેના ડેટા હેક કરી શકે છે. આ દરમિયાન ડિવાઈસના માલિકને ખબર પણ નથી પડતી કે તેની સાથે શું ખેલ ખેલાઈ ગયો. 

આ મુદ્દે ફક્ત વોટ્સએપના યુઝર્સ જ નહીં, બલ્કે Gmail યુઝર્સને પણ સાવધાન રહેવા જણાવાયું છે. વિશ્વભરમાં Gmail ના અબજો યુઝર્સ છે. Gmail દ્વારા લોકો સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ વિગતો શેર કરતા હોય છે. તેથી જો Gmail હેક થઈ જાય, તો યુઝર્સના બેંક ખાતા સહિતની વિગતો હેક થઈ શકે છે અને તેને માટે મોટી ઉપાધિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ ટિક-ટોક ખરીદશે તો ચીનને પડશે મોટો ફટકો? જાણો શું થઈ શકે છે અસર...


Google NewsGoogle News