Get The App

વોટ્સએપની હરીફ સંવાદ એપ DRDOની સિક્યુરિટી ટેસ્ટમાં પાસ, ક્યારે થશે લોન્ચ?

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
વોટ્સએપની હરીફ સંવાદ એપ DRDOની સિક્યુરિટી ટેસ્ટમાં પાસ, ક્યારે થશે લોન્ચ? 1 - image


Samvad App clears DRDO test: DRDO એ સંવાદ એપનો સિક્યોરીટી ટેસ્ટ કર્યો છે તેમજ તેને ટ્રસ્ટ અસ્યોરન્સ લેવલ 4 પાસ કર્યું છે. આ એપ સેન્ટર ફોર ડેવલોપમેન્ટ ઓફ ટેલીમૈટીક્સ દ્વારા ડેવેલોપ કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ios અને એન્ડ્રોઇડ બંને માટે તૈયાર કરવામાં આવશે. 

DRDOએ આપી જાણકારી 

આ એપ વોટ્સએપ જેવા ફીચર્સ આપતું હોવાથી થોડા વર્ષો પહેલા એપને લઈને ખૂબ જ હોબાળો થયો હતો. એ સમયે એવા અંદાજ પણ લગાવવામાં આવતા હતા કે આ એપ ભારતમાં વોટ્સએપનું હરીફ બનશે. જો કે તે માત્ર એક અંદાજ જ રહ્યો. પરંતુ હવે સંવાદ એપના લોન્ચિંગનું કામ આગળ વધી રહ્યું છે. તેના લોન્ચિંગ બાબતે DRDOએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. જોકે અએપને હાલ ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું નથી. પરતું તેનું વેબ વર્ઝન એક્સેસ કરી શકાય છે.

CDoTની વેબસાઈટ પરથી એક્સેસ કરી શકાશે 

હાલ આ એપ જાહેર જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ સંવાદના વેબ વર્ઝનને CDoTની વેબસાઈટ પરથી એક્સેસ કરી શકાય છે. આ માટે સાઈન અપ કરવું જરૂરી છે. તેમાં તમારું નામ, ઈમેલ એડ્રેસ, ડીપાર્ટમેન્ટ, ગ્રુપ, ઓર્ગેનાઈઝેશન, લોકેશન અને અન્ય માહિતી આપવાની રહેશે. આ એપ જાહેર જનતા માટે ક્યારે લોન્ચ થશે તેની હાલ કોઈ જાણકારી આપવમાં આવી નથી. 

કઈ સુવિધા મળશે?

CDoTની વેબસાઈટ અનુસાર, યુઝર્સને આ પ્લેટફોર્મ પર વન ઓન વન અને ગ્રુપ મેસેજિંગની સુવિધા મળશે. આ સિવાય યુઝર્સ કોલ પણ કરી શકશે. વોટ્સએપની જેમ જ તેના પર સ્ટેટસ મૂકવાનો વિકલ્પ હશે. આ ઉપરાંત ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ, કોન્ટેક્ટ્સ, લોકેશન અને અન્ય વિગતો શેર કરવાનો વિકલ્પ પણ મળશે. તેના પર પણ વોટ્સએપની જેમ મેસેજ વાંચવા અને મેળવવા પર એક ટિક માર્ક દેખાશે. યુઝર્સને મીડિયા શેરિંગ, ફિલ્ટર કરેલા સમાચાર, બાહ્ય એપ્સ પર બ્રોડકાસ્ટ લિસ્ટ જેવી સુવિધાઓ પણ મળશે. જોકે, આ બધું ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ માહિતી નથી.

વોટ્સએપની હરીફ સંવાદ એપ DRDOની સિક્યુરિટી ટેસ્ટમાં પાસ, ક્યારે થશે લોન્ચ? 2 - image


Google NewsGoogle News