Get The App

WhatsApp પર આવ્યું નવું અપડેટ: ફોટો અને વીડિયો શેર કરવાની સૌથી મોટી સમસ્યા દૂર

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
WhatsApp Update
Image Envato 

WhatsApp update: વોટ્સએપ પર ફોટો અને વીડિયો શેર કરવાની સૌથી મોટી સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. હા,  WhatsAppએ એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે. હકીકતમાં એપમાં ફોટો ક્વોલિટી માટે એક મહત્ત્વપૂર્ણ ફિચર આપ્યું છે. જેમા હવે HDમાં ફોટા શેર કરી શકશો. જો કે, તમે એમ કહેશો કે, આ પહેલેથી જ છે. પરંતુ તેને સિકેલ્ટ કરવું પડતુ હતું જે હવે નહીં કરવું પડે. 

WhatsAppએ આજે જે કામ કર્યું છે, ખબર નથી કે તેનાથી આપણે ખુશ થવું જોઈએ કે નારાજ થવું જોઈએ. એટલે કે, કામ દિલ જીતવા માટે કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર 25 ટકા સુધી. એવું અદ્ભુત, જબરદસ્ત ઝિંદાબાદ ફીચર આપવામાં આવ્યું છે, કે જેમાં ચોક્કસ મજા આવશે. પરંતુ આટલું મોડા આપવાના કારણે થોડો ગુસ્સો હોઈ શકે.   વોટ્સએપના જન્મ થયો ત્યારે ફોટાને લગતી એક ઘણી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જે WhatsAppના શરુઆતના સમયમાં ફોટાની ગુણવત્તા અંગેની મુશ્કેલીઓ હતી તેનો અંત આવ્યો છે. 

આવો આપણે પહેલા એ જાણીએ કે, મેટા-માલિકીવાળા WhatsAppએ શું કર્યું છે. ખરેખર, એપ એ ફોટો ક્વોલિટી માટે એક મહત્ત્વપૂર્ણ ફીચર આપ્યું છે. હવે HDમાં ફોટા શેર કરી શકાશે. પહેલા તેને સિલેક્ટ કરવાની જરુર પડતી હતી, પરંતુ હવે તમારે તેને સિલેક્ટ કરવાની જરુર નહીં પડે. 

ફક્ત HD પસંદ કરવાનો જુગાડ

અત્યાર સુધી જ્યારે પણ આપણે એપ પર ફોટા કે વિડિયો શેર કર્યા હતા, ત્યારે સ્ટાન્ડર્ડ (SD) નો વિકલ્પ ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ હતો. હા, એ વાત અલગ છે કે, સ્ક્રીન પર HD પણ દેખાતું હતું, પરંતુ તેના માટે તેને ટેપ કરવાની જરુર પડતી હતી. મતલબ કે, સુવિધા તો બરોબર હતી, પરંતુ જો તમે ભૂલી ગયા તો ફોટો સ્ટાન્ડર્ડ ક્વોલિટી જશે. 

પરંતુ, હવે મીડિયા ક્વોલિટી માટે SD અને HDનો વિકલ્પ પસંદ કરવા મળશે. આ વિકલ્પ સેટિંગ્સમાં Storage and data ના ઓપશનમાં જોવા મળશે. જો તમને અંદર જોવા મન મળે તો કૃપા કરીને Play Store પરથી તમારી એપ્લિકેશન અપડેટ કરો. HDના ડેટા SD કરતા લગભગ 6 ગણો વધારે મોટો હશે, અને હાલમાં આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે.


Google NewsGoogle News