હવે તમારું વોટ્સએપ બનશે હાઈ-સિક્યોર! નવા ફીચરથી યૂઝર્સ થયા ખુશ
નવી મુંબઇ,તા. 8
નવેમ્બર 2023, બુધવાર
વોટ્સએપ પહેલાથી
જ એક સિક્યોરિટી ફીચર ઓફર કરે છે જે યુઝર્સને તેમના મોબાઈલ નંબર વેરિફાઈ કરવાની
મંજૂરી આપે છે. વોટ્સઅપને લઇને એક અપડેટ આવ્યુ છે. જેનાથી હવે યુઝર્સ તેમના ઇમેઇલ એડ્રેસનો
ઉપયોગ કરીને પણ વેરિફિકેશન કરવાની મંજૂરી આપી શકશે.
આ ફીચર હજુ ડેવલપમેન્ટમાં છે, પરંતુ તે ટૂંક સમયમાં તમામ WhatsApp યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. હાલમાં, વોટ્સએપ યુઝર્સને માત્ર તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેમના એકાઉન્ટને વેરિફાઈ કરવાની મંજૂરી આપે છે. આ એક સિક્યોર રીત છે. પરંતુ જો તમારો મોબાઈલ ખોવાઇ કે ચોરાઇ જાય છે તો તે થોડી અસુવિધાજનક બની શકે છે.
WhatsAppનું આ નવું ઈમેલ
વેરિફિકેશન ફીચર હાલમાં પસંદગીના યુઝર્સ માટે બીટા વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું
છે. જો કે, અહેવાલ મુજબ, તે આગામી થોડા અઠવાડિયામાં તમામ વપરાશકર્તાઓ
માટે રોલઆઉટ કરવામાં આવશે. જેમાં પહેલો વિકલ્પ ફોન નંબર વેરિફિકેશન અને બીજો
વિકલ્પ ઈમેલ વેરિફિકેશન છે.
જો તમે બીટા
પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યું હોય, તો તમે એપના સેટિંગ્સ > એકાઉન્ટ >
ઈમેલ એડ્રેસ પર જઈને નવુ
ફિચર ચેક કરી શકો છો.
એક રિપોર્ટ અનુસાર, આ ફીચર હવે Android માટે WhatsAppના બીટા વર્ઝન પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.જો કે, ઇમેઇલ એ વેરિફિકેશન માટેનો પહેલો ઓપ્શન નથી અને તે તમારા WhatsApp એકાઉન્ટને સુરક્ષિત કરવા માટેનો એક વધારાનો ઓપ્શન છે.
ક્યારે કામ લાગશે
આ ફીચર?
યુઝરનો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા મામલાઓમાં આ ફીચર યુઝર્સ માટે મહત્વપૂર્ણ રહેશે.
વધુ એક અપડેટ
WhatsAppએ તાજેતરમાં એક
મોટું અપડેટ કર્યું છે. જે યુઝર્સને તેમના એકાઉન્ટ પર બે મોબાઇલ નંબરનો ઉપયોગ
કરવાની મંજૂરી આપે છે. આ એક ખૂબ જ અનુકૂળ સુવિધા છે જે ઘણા લોકો માટે ઉપયોગી થશે.
અગાઉ, જે લોકો એક કરતાં વધુ
મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે તેને ફોન પર બે અલગ અલગ એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો પડતો
હતો.
નવા અપડેટ સાથે, તમે હવે એક જ એકાઉન્ટ પર બંને નંબરનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમે બંને નંબરના મેસેજ એક જ જગ્યાએ જોઈ શકો છો.