Get The App

વોટ્સએપ ગ્રૂપ કોલમાં જોરદાર સુધારા: જાણો નવા ફીચર્સ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ ગ્રૂપ કોલમાં જોરદાર સુધારા: જાણો નવા ફીચર્સ 1 - image


WhatsApp New-Feature: વોટ્સએપનો ઉપયોગ ખૂબ જ થાય છે. હાલ ડિસેમ્બર ચાલી રહ્યો છે અને ફેસ્ટિવલ સીઝન છે. નવું વર્ષ પણ હવે નજીક છે, તેથી યુઝર્સ તેમના દૂર બેસેલા સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે. વોટ્સએપે તાજેતરમાં તેના બ્લોગમાં જણાવ્યું છે કે તેણે ફોન કોલ્સની ગુણવત્તામાં સુધારા કર્યા છે.

ગ્રૂપ કોલમાં સુધારા

પહેલાં, જ્યારે યુઝર ગ્રૂપ કોલ કરતો, ત્યારે તે ગ્રૂપમાં દરેક વ્યક્તિને ફોન કોલ જતો હતો. હવે, એમાં સુધારો કરવામાં આવ્યો છે. કોઈપણ યુઝર, કોઈપણ ગ્રૂપમાં, કોને કોને કોલ કરવામાં આવે તે હવે પસંદ કરી શકશે. એટલે કે, જો ગ્રૂપમાં કોઈ વ્યક્તિને ફોન ન કરવો હોય, તો હવે તે શક્ય છે. આથી, કોઈપણ યુઝર હવે તેમના ગ્રૂપમાં મનગમતી વ્યક્તિને જ ફોન કરી શકશે. ગ્રૂપની વ્યક્તિઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય અને એમ છતાં દરેકને સામેલ ન કરવો હોય, તો આ ફીચર ખૂબ જ ઉપયોગી છે.

વોટ્સએપ ગ્રૂપ કોલમાં જોરદાર સુધારા: જાણો નવા ફીચર્સ 2 - image

નવા ફીચર્સ

વોટ્સએપ દ્વારા આ સાથે જ અન્ય ફીચર્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. વીડિયો કોલ્સ દરમ્યાન હવે ઇફેક્ટસ પહેલાથી વધુ થઈ ગઈ છે. વીડિયો કોલ માટેની ઇફેક્ટસની સંખ્યા હવે દસ થઈ ગઈ છે. આ સાથે જ ડેસ્કટોપ વર્ઝન માટે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર જ્યારે હવે ફોન કોલ પર ક્લિક કરશે, ત્યારે લિંક ક્રિએટ કરવી કે સીધો ફોન કરવો એ માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જે પહેલાં નહોતો. આ સાથે જ વોટ્સએપે વીડિયો કોલની ગુણવત્તામાં સુધારો કર્યો છે, અને વીડિયો કોલ્સ હવે પહેલાથી વધુ રિઝોલ્યુશનમાં દેખાડવામાં આવશે.

આ પણ વાંચો: બ્લુટૂથ ટ્રેકિંગના જોખમ સામે ગૂગલે લોન્ચ કર્યું Tracker Alert

થ્રી-ડાન્સિંગ ડોટ

વોટ્સએપે તાજેતરમાં થ્રી-ડાન્સિંગ ડોટ લોંચ કર્યું છે. યુઝર જ્યારે ચેટ બોક્સમાં ટાઇપ કરે છે, ત્યારે પહેલાં સામેવાળા વ્યક્તિને 'ટાઇપિંગ' દેખાતું હતું. જો કે, હવે તેની જગ્યાએ ત્રણ ડોટ ડાન્સ કરતા હોય તેમ ઉપર નીચે થતા જોવા મળે છે. આ ડાન્સિંગ ડોટ અન્ય મેસેજિંગ ઍપ્લિકેશન્સમાં પહેલાથી છે, પરંતુ વોટ્સએપમાં તેનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News