હવે WhatsApp પર AI ઇમેજ પણ થઈ શક્શે એડિટ, ટૂંક સમયમાં જ લાવશે એક નવું ફીચર
આ ફીચર હાલ ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જે પહેલા બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Whatsapp new AI powered image editing feature: જ્યારથી ChatGPIT ને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, વધુ ને વધુ કંપનીઓ તેમના ફાયદા માટે AIનો બને એટલો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘણા પ્લેટફોર્મ AI ફીચર્સ પર કામ કરી રહ્યા છે. તેઓ માને છે કે આનાથી યુઝર્સના અનુભવમાં સુધારો થશે અને WhatsApp તેમાંથી એક છે. રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ હવે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈમેજ એડિટીંગમાં ક્રાંતિ લાવવા માટે એક ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને બેકગ્રાઉન્ડ, ફોટોનો શેપ અને બીજું પણ ઘણું બધું બદલવામાં મદદ કરશે.
WhatsAppના ઇમેજ સેન્ડિંગ ઇન્ટરફેસમાં દેખાશે નવું વર્ઝન
WABetaInfo અનુસાર, આ સુવિધાનું શરૂઆતનું વર્ઝન WhatsAppના ઇમેજ સેન્ડિંગ ઇન્ટરફેસમાં દેખાય છે. એચડી આઇકન પાસે લીલો આઇકોન યુઝરને બેકગ્રાઉન્ડ, રીસ્ટાઇલ અને એક્સપાન્ડ જેવા વિકલ્પો આપશે. જો કે, હજુ વધુ વિગતો જાણવા મળી નથી.
📝 WhatsApp beta for Android 2.24.7.13: what's new?
— WABetaInfo (@WABetaInfo) March 22, 2024
WhatsApp is working on a new AI-powered feature for photo editing, and it will be available in a future update!https://t.co/yGHk7hq4DN pic.twitter.com/Rk2vapqRl7
આવનાર નવા ફીચર્સનું હજુ ટેસ્ટીંગ બાકી
જો રિપોર્ટ્સનું માનીએ તો WhatsApp ઘણા AI-સંચાલિત ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જેમાંથી એક ઇમેજ એડિટિંગ ફીચર છે. આ સિવાય સર્ચ બાર AI ફીચર પર પણ કામ ચાલી રહ્યું છે. બંને સુવિધાઓ હજુ ડેવલપ થઇ છે અને હજી સુધી ટેસ્ટીંગ માટે રિલીઝ કરવામાં આવી નથી. આ ફીચર્સ એન્ડ્રોઇડની સાથે આઇફોન યુઝર્સ માટે પણ બહાર પાડી શકાય છે.
વોઈસ નોટ્સને ટેક્સ્ટમાં કન્વર્ટ કરતુ ફીચર પણ આવશે
WhatsApp ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં તેઓ વોઈસ નોટ્સને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકશે. જેથી તમે વોઈસ નોટ સાંભળ્યા વગર વોઈસ નોટમાં શું કહેવાયું છે તે વાંચી શકશો. આ ફીચર પહેલા iOS યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.