Get The App

વોટ્સએપ મેસેજ સેન્ડ નથી થતા? ચિંતા ના કરો, આ રીતે પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ મેસેજ સેન્ડ નથી થતા? ચિંતા ના કરો, આ રીતે પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ 1 - image


WhatsApp Messages Sending Problem : વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરતી વખતે ઘણી વાર એરર આવતી હોય છે. અમુક સંજોગોમાં મેસેજ સેન્ડ ના થાય તો બાજુમાં લાલ રંગમાં ઉદ્ગાર ચિહ્ન પણ દેખાય છે, જેને એલર્ટ સાઇન કહેવામાં આવે છે. વોટ્સએપ મેસેજ સેન્ડ ન થવા પાછળના ઘણાં કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની એરર નથી આવતી, પરંતુ વારંવાર આવતી હોય તો આ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. 

આ પણ વાંચો : ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું

સૌથી પહેલા ઇન્ટરનેટ ચેક કરો

વોટ્સએપ મેસેજ સેન્ડ ન  થવા માટે મોટાભાગે ઇન્ટરનેટ કનેક્શન જવાબદાર હોય છે. વોટ્સએપ જ નહીં, કોઈ પણ એપ સરળતાથી કામ કરે તે માટે પાવરફૂલ ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. જો ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ હોય તો એરપ્લેન મોડ ચાલુ કરો અને ફરી એકવાર બંધ કરીને ચેક કરો. આ રીતે ઇન્ટરનેટ રિસેટ થઈ જશે. 

ઘરમાં હોવ તો રાઉટર રિસ્ટાર્ટ કરો

આમ છતાં, મેસેજ સેન્ડ ના થાય તો સિમ કાર્ડને સાફ કરો. જો સિમ કાર્ડ બહુ જૂનું હોય તો ચેન્જ કરાવી લો. ઘરના વાઇ-ફાઇમાં પ્રોબ્લેમ હોય તો રાઉટર રિસ્ટાર્ટ કરો. મેઇન સ્વિચ બંધ કરીને 20 સેકન્ડ રાહ જુઓ અને ત્યારબાદ સ્વિચ ચાલુ કરીને ફરી ચેક કરો. 

ઍપ્લિકેશન અપડેટ કે રિ-ઈન્સ્ટૉલ કરો 

મોબાઇલ રિસ્ટાર્ટ કર્યા બાદ પણ જો એપમાં કોઈ મુશ્કેલી હોય તો પ્લે સ્ટોરમાં જઈને જુઓ કે એપ અપડેટ તો નથી આવી ને! જો લેટેસ્ટ વર્ઝન હોવા છતાં સમસ્યા હોય તો ઍપ્લિકેશનને ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરો.

સેટિંગ્સ ચેક કરવું

મેસેજ સેન્ડ ન થવાનું બીજું એક કારણ નંબર બ્લોક પણ હોઈ શકે છે. ક્લિન ચેટ કે ડિલીટ ચેટ કરતી વખતે કોઈ કોન્ટેક્ટ બ્લોક થયો હોઈ શકે છે. તેથી વોટ્સએપ સેટિંગ્સમાં જઈને પ્રાઇવસીમાં કોન્ટેક્ટમાંથી બ્લોક કોન્ટેક્ટ્સ ચેક કરો અને જો નંબર બ્લોક હોય તો તેને અનબ્લોક કરો.

ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરો 

ઘણીવાર એવું બને છે કે વોટ્સએપ ઍપ્લિકેશન લેટેસ્ટ હોય, પરંતુ યુઝરે મોબાઇલ અપડેટ ના કર્યો હોય એવું હોઈ શકે છે. ઓટોમેટિક અપડેટ ફિચર ઓન ન હોય તો મોબાઇલ અપડેટ નથી થતો અને લેટેસ્ટ અને આઉટડેટેડ વર્ઝન વચ્ચેના વિસંવાદના કારણે મેસેજ સેન્ડ નથી થતા. એવા સમયે મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : સૂર્યના લીધે 3 સેટેલાઈટ ક્રેશ, સૌર ઘટનાનું વધતુ પ્રમાણ સેટેલાઈટ ઓપરેટર્સ માટે ચિંતાનો વિષય

અન્ય કારણો અને ઉકેલ 

ક્યારેક મેસેજ ન સેન્ડ થવા પાછળનું કારણ સામેની વ્યક્તિનો મોબાઇલ બંધ હોવો, વોટ્સએપ ડિલીટ કરી દીધું હોય કે તમને બ્લોક કર્યા હોય એવું પણ હોઈ શકે છે. જો આ બધી જ મથામણ પછી પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો વોટ્સએપ સેટિંગ્સમાં જઈને હેલ્પ સેન્ટરમાં મદદ માગી શકાય છે.


Google NewsGoogle News