Get The App

હવે નંબર વિના WhatsApp પર શેર કરી શકશો ફોટો કે વીડિયો, આવ્યું ગજબનું ફીચર

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
હવે નંબર વિના WhatsApp પર શેર કરી શકશો ફોટો કે વીડિયો, આવ્યું ગજબનું ફીચર 1 - image
Image Web

WhatsApp People Nearby feature: લોકપ્રિય મેસેજિંગ  પ્લેટફોર્મ WhatsAppમાં એક જોરદાર શેરિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના દ્વારા યૂજર્સને હવે ફાઈલ શેરિંગનો વિકલ્પ મળશે. આ નવા ફીચરથી તમે યૂજર્સને કોઈ નંબર સેવ કર્યા વગર પણ ફાઈલ શેર કરી શકશો. આ ફીચરનું નામ People Nearby જાણવા મળ્યું છે. આ સેક્શનમાં ગયા પછી નજીકના ડિવાઈસને સ્ક્રેન કરી શકશે. તેના માટે સામે વાળા યૂજર્સને પણ ફોનમાં People Nearby સ્ક્રીન ઓપન કરવી પડશે. 

હવે નંબર વિના WhatsApp પર શેર કરી શકશો ફોટો કે વીડિયો, આવ્યું ગજબનું ફીચર 2 - image

WhatsApp અપડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી આપતું પ્લેટફોર્મ WABetaInfo દ્વારા નવા રિપોર્ટમાં People Nearby ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. આ ફીચરના સંકેત ગૂગલ પ્લે સ્ટોર પર રિલીઝ થયેલા  WhatsApp beta for Android 2.24.9.22 વર્ઝનમાં મળ્યા છે. આ ફીચરના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે, જે દ્વારા માહિતી મળે છે કે, People Nearby ફીચર કેવી રીતે કામ કરશે. 

સ્ક્રીનશોટમાંથી મળી છે નવી માહિતી

WABetaInfo એ People Nearby ફીચરનો જે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે, તેનાથી જાણવા મળે છે કે, આ ફીચર સાથે ફાઇલ શેર કરવા માટે યૂઝર્સને એક ડેડિકેડેટ સેક્શન મળશે. આ સેક્શનમાં ગયા પછી નજીકના ડિવાઈસને સ્ક્રેન કરી શકાશે. તેના માટે સામેના યુઝરના ફોનમાં પણ People Nearby સ્ક્રીન ઓપન કરવી પડશે.

સેટિંગ્સ વિભાગમાં જોવા મળશે આ નવું ફીચર 

માહિતી પ્રમાણે  People Nearby ફીચરને WhatsApp સેટિંગ્સનો ભાગ બનાવવામાં આવશે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ મોડમાં છે અને તેને એપનો ભાગ બનવામાં થોડો સમય લાગી શકે છે. 


Google NewsGoogle News