વોટ્સએપએ લોન્ચ કર્યા 4 નવા દમદાર ફિચર, કોલિંગ કરવાની રીત જ બદલાઈ જશે
WhatsApp New Features: વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેંજિંગ પ્લેટફૉર્મ છે. આ ઍપ્લિકેશન પર યુઝર્સની સુવિધા માટે અવાર-નવાર વિવિધ અપડેટ્સ લાવવામાં આવે છે. જેની મદદથી યુઝર્સનો ઍપ્લિકેશન વાપરવાનો અનુભવ વધુ સારો બને છે. META એ વોટ્સએપની પેરેન્ટ કંપની છે અને હાલ મેટાએ આ વોટ્સએપ પર ચાર નવા ફીચર્સ ઉમેર્યા છે.
વોટ્સએપમાં મળશે નવા કૉલિંગ ફીચર્સ
આ ફીચર્સ વોટ્સએપ કૉલિંગ માટેના છે. કંપનીએ જણાવ્યું કે, આ પ્લેટફૉર્મ પર દુનિયાભરમાંથી દરરોજ 2 અબજથી વધારે કોલ્સ કરવામાં આવે છે. જેથી, કંપનીએ વોટ્સએપ મોબાઇલ અને ડેસ્કટોપ વર્ઝન માટે નવા ફીચર્સ જોડ્યા છે. આ ફીચર્સ વીડિયો અને વૉઇસ કૉલિંગ માટે આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ હવે વોટ્સએપ સ્ટોરેજની ચિંતા છોડો, અત્યારે જ શીખી લો સરળ ટ્રિક્સ
ગ્રૂપ કૉલ માટે પસંદ કરી શકાશે પાર્ટિસિપેન્ટ્સ
WhatsApp Group Callingમાં યુઝર્સને હવે પાર્ટિસિપેન્ટ્સ પસંદ કરવાની તક મળશે. અત્યાર સુધી ગ્રૂપ કૉલ કરવા પર તમામ પાર્ટિસિપેન્ટ્સને કૉલ લાગી જતો હતો. પરંતુ, હવે તમે પસંદ કરી શકશો કે, આ કૉલ ગ્રૂપમાંથી કેટલા લોકોને કરવો છે. જેના કારણે તમારા કૉલથી બીજા લોકોને મુશ્કેલી ન થાય. આ સિવાય તમને WhatsApp Call પર 10 ઇફેક્ટસનો વિકલ્પ મળશે. જેના થકી કૉલિંગમાં તમે ઘણાં પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરી શકશો.
વીડિયોની ક્વૉલિટીમાં થશે સુધારો
આ પ્રકારના ફીચર્સ ઇન્સ્ટાગ્રામ પર પહેલાંથી જ મળતા હતાં. જેને કંપનીએ હવે વોટ્સએપમાં પણ જોડી દીધા છે. સાથે જ કૉલિંગને પણ વધારે સારું બનાવી શકાશે. હવે વોટ્સએપ ડેસ્કટોપ પર તમને કૉલિંગ ટેબ મળશે. એક ક્લિકમાં તમે આ ટેબમાં ડાયલર અને કૉલ લિંક ક્રિએટ કરી શકશો. આ સિવાય વોટ્સએપ કૉલ પર તમને વધુ સારી વીડિયો ક્વૉલિટી મળશે. તમે 1:1 રેશિયોમાં કૉલ કરી શકશો.