WhatsApp લાવ્યું એક નવુ ફીચર, હવે કોઈ નહીં વાંચી શકે તમારી ખાનગી ચેટ, આ રીતે કરો તેને લોક

વોટ્સએપે દરેક યુજર્સ માટે નવા સીક્રેટ કોડ ફીચર જાહેર કરીને તેની પ્રાઈવસીને મજબુત બનાવી છે

તમારા ચેટને ખાનગી રાખવા માટે માત્ર એક પાસકોડ દ્વારા સુરક્ષિત કરી શકો છો

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
WhatsApp લાવ્યું એક નવુ ફીચર, હવે કોઈ નહીં વાંચી શકે તમારી ખાનગી ચેટ, આ રીતે કરો તેને લોક 1 - image
Image Envato 

તા. 1 ડિસેમ્બર 2023, શુક્રવાર

WhatsApp દ્વારા નવા સીક્રેટ કોડ ફીચર લોન્ચ કર્યુ છે, જે પ્રાઈવસી માટે સૌથી મોટા અપડેટમાંથી એક છે. વોટ્સએપ પર યુજર્સ પોતાના પ્રર્સનલ ચેટને પહેલા પણ લોક કરી શકતા હતા પરંતુ તેમા એક ખામી હતી, પ્લેટફોર્મ પર લોકોને વોટ્સએપમાં પ્રર્સનલ ચેટ માટે ફિંગરલોક પાસવર્ડ રાખવાની મંજુરી આપી છે, તેનો ઉપયોગ કરીને તે ફોનને અનલોક કરી શકતા હતા. મતલબ કે જો કોઈ તમારા ફોનને પર તેની ફિંગરપ્રિંટ રજીસ્ટર કરવામાં સફળ રહે તો તે તમારા વોટ્સએપ ચેટ પણ ચેક કરી શકતા હતા. 

તમારા ચેટને ખાનગી રાખવા માટે માત્ર એક પાસકોડ દ્વારા સુરક્ષિત કરી શકો છો

નવા અપડેટ સાથે ઘણુ બધુ બદલાઈ જાય છે, કારણ કે વોટ્સએપે દરેક યુજર્સ માટે નવા સીક્રેટ કોડ ફીચર જાહેર કરીને તેની પ્રાઈવસીને મજબુત બનાવી છે. હવે તમે તમારા ચેટને ખાનગી રાખવા માટે માત્ર એક પાસકોડ દ્વારા સુરક્ષિત કરી શકો છો જેમા તમે શબ્દો અથવા ઈમેઝ દ્વારા પાસવર્ડ બનાવી શકો છો. જે માત્ર તમે જ જાણી શકો છો.

આ રીતે કરી શકો છો જલ્દીથી વોટ્સએપ ચેટને લોક 

વોટ્સએપનું કહેવુ છે કે કોઈ ચેટનું લોક કરવા માટે તમારે અલગ- અલગ ચેટ સેટિંગ કરવાની જરુર નથી, કારણ કે હવે તમારે જે ચેટને લોક કરવી છે તેને લાંબા સમય સમય સુધી દબાવી શકો છો.

નવા અપડેટને સીક્રેટ કોડ ફીચરને કેવી રીતે એક્સેસ કરશો

વોટ્સએપ પર પોતાની પ્રર્સનલ ચેટને સુરક્ષિત રાખવા માટે તમારે માત્ર લોક કરેલી ચેટ લિસ્ટને ખોલવી પડશે અને ટોપ પર ત્રણ ટપકાં પર ટૈપ કરવાનું રહેશે. તેના પછી ચેટ લોક સેટિંગ્સમા જઈ, લોકમાં છુપાવેલી ચેટને ચાલુ કરી અને સીક્રેટ લોક સેટ કરવાથી તેને નંબર યાદ કરી લેજો. જો લોક કરેલા ચેટ જોવા માંગતા હોવ તો બસ તમારે સર્ચબારમાં જઈ સીક્રેટ કોડ દાખલ કરવાથી ફરી ઓપન થઈ જશે. 



Google NewsGoogle News