WhatsApp અપડેટ્સ: કોઈ નહીં કરી શકે તમારી DPનો દુરુપયોગ, આવ્યું જોરદાર ફીચર

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
WhatsApp
Image Envato 

WhatsApp DP Hide Feature: ટેકનોલોજીના યુગમાં અત્યારે વિશ્વભરમાં કરોડો લોકો  WhatsApp મેસેજિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ યુઝર્સ પોતાના વોટ્સએપ પ્રોફાઈલ પર ફોટો મૂકતા પહેલા બે વાર વિચારે છે. એવુ એટલા માટે કારણે કે તેમનો ફોટો કોઈ અન્ય ખોટા વ્યક્તિના હાથમાં ન જાય અને તેઓ તેનો દુરુપયોગ ન કરી શકે. પરંતુ હવે તેના વિશે ગભરાવવાની જરૂર નથી. કારણ કે, WhatsApp એક શાનદાર ફીચર લાવી રહ્યું છે, જેમાં તમને તમારો DP છુપાવવાનો વિકલ્પ મળી રહેશે.

એટલે કે હવે કોઈ પણ ડર વિના તમે WhatsApp પર તમારા મનપસંદનો ફોટો ડીપી પર લગાવી શકશો. તેના માટે તમારે સેટિંગ્સમાં જઈને કેટલાક ફેરફારો કરવાના રહેશે. એ પછી તમે જાતે જ નક્કી કરી શકશો કે, કોણ તમારી વોટ્સએપ ડીપી જોઈ શકશે અને કોણ નહીં.

આ સરળ સ્ટેપ દ્વારા તમે ફેરફાર કરી શકો છો.

સૌથી પહેલા  WhatsApp ખોલો અને જમણી બાજુએ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. ત્યાર બાદ સેટિંગ્સના ઓપ્શનમાં જાઓ. અહીં એકાઉન્ટ ઓપ્શન પર જાઓ અને તેને ખોલો. ત્યા તમને પ્રાઈવસી ઓપ્શન દેખાશે. પ્રાઈવસી ઓપ્શન પર તમને પ્રોફાઈલ ફોટોનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યાર બાદ તમને ત્રણ ઓપ્શન જોવા મળશે.  Everyone, My Contacts, No one. તેમાથી તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Everyone: 

આ ઓપ્શન એપ સાથે ડિફોલ્ટ સેટિંગમાં આવે છે. આ ઓપ્શનને પસંદ કરીને કોઈપણ તમારો DP જોઈ શકે છે. પછી ભલે તમે તમે તેનો નંબર સેવ કર્યો છે કે નહીં. તે તમારુ DP જોઈ શકશે.

My Contacts: 

આ ઓપ્શન પસંદ કર્યા પછી તમારુ ડીપી ફક્ત તમારા કોન્ટેક્ટવાળા જ જોઈ શકશે. આ સિવાય અન્ય કોઈ તમારુ ડીપી જોઈ શકશે નહીં. આ ઓપ્શનમાં તમે તમારી ઈચ્છા મુજબ કોન્ટેક્ટ કરી શકો છો. જેમને તમારે તમારો ડીપી બતાવવાની છે.

No one: 

આ ઓપ્શન પસંદ કર્યા પછી કોઈ તમારુ DP જોઈ શકશે નહીં. ભલે તેઓ તમારા સંપર્કો હોય કે ના હોય. ત્રણ વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરોને Done બટન પર ક્લિક કરો.


Google NewsGoogle News