WhatsApp લાવી રહ્યુ છે નવુ ફીચર, હવે વેબથી પણ અપડેટ કરી શકાશે સ્ટેટસ
Image Source: Freepik
અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર
WhatsApp હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે જેના આવ્યા બાદ WhatsAppના વેબ વર્ઝનથી પણ સ્ટેટસ અપડેટ કરી શકાશે.
WhatsAppએ આ નવા ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર શરૂ કરી દીધુ છે. જે યૂઝર્સ પહેલેથી જ બીટા યૂઝર્સ છે તેઓ પોતાના એપ અને વેબ પર આ ફિચરને જોઈ શકશે. આ ફિચર વ્હોટ્સએપના કંપેનિયન મોડનો જ એક ભાગ છે. જે યૂઝર્સને એક જ એકાઉન્ટને ચાર અલગ-અલગ ડિવાઈસ પર લોગ ઈનનું ઓપ્શન આપે છે. આ મોડમાં પ્રાઈમરી ફોનનું ઈન્ટરનેટથી કનેક્ટ હોવુ જરૂરી નથી.
વ્હોટ્સએપના આ નવા ફિચરને વ્હોટ્સએપ વેબના બીટા વર્ઝન 2.2353.59 પર જોવામાં આવ્યુ છે. આ નવા ફિચરની જાણકારી WABetaInfo એ આપી છે. નવુ ફિચર તે ચારેય ડિવાઈસ પર કામ કરશે જેમાં તમે પોતાના પ્રાઈમરી એકાઉન્ટને લોગઈન કર્યું છે.
નવા અપડેટ બાદ વ્હોટ્સએપ યૂઝર્સ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરથી પણ સ્ટેટસ અપડેટ કરી શકશે. નવા ફિચરને એન્ડ્રોયડના બીટા વર્ઝન 2.24.1.4 પર જોઈ શકાશે. ઉલ્લેખનીય છેકે હાલ પ્રાઈમરી ડિવાઈસ અને મોબાઈલથીજ વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટ કરી શકાય છે.