ઓડિયો મેસેજને ટેક્સ્ટ નોટ્સ બનાવવી છે, વોટ્સએપ લઈને આવ્યું ટ્રાન્સક્રિપ્શન ફીચર

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ઓડિયો મેસેજને ટેક્સ્ટ નોટ્સ બનાવવી છે, વોટ્સએપ લઈને આવ્યું ટ્રાન્સક્રિપ્શન ફીચર 1 - image


WhatsApp Audio to Text: વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર ઓડિયો ફાઇલને સીધી ટેક્સ્ટ ફાઇલમાં કન્વર્ટ કરી શકશે. વોટ્સએપ ઓડિયો નોટ્સનો ઘણો ઉપયોગ થાય છે. ઘણી વાર કોઈ વ્યક્તિને લખવાનો કંટાળો આવતો હોય ત્યારે એ વ્યક્તિ વોઇસ નોટ્સ સેન્ડ કરી દે છે. જો કે જે વ્યક્તિને આ મેસેજ મળે છે એના માટે એ ઓડિયો મેસેજ નહીં, પરંતુ ટેક્સ્ટ મેસેજમાં જરૂરી હોય એ બની શકે છે. આ માટે થર્ડ પાર્ટી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે વોટ્સએપે હવે પોતાની જ ઍપ્લિકેશનમાં આ ફીચરનો સમાવેશ કરી દીધો છે.

શું છે આ ફીચર?

આ ફીચરની મદદથી યુઝર ઓડિયોને શબ્દોમાં રૂપાંતર કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ કોઈ વાનગી કેવી રીતે બનાવવી એનો ઓડિયો મેસેજ કર્યો હોય. જો કે બનાવતી વખતે એને વારંવાર સાંભળવું એ ચેલેન્જિંગ બની શકે છે. આથી આ સમયે લખેલું હોય તો ખૂબ જ કામ આવે છે. આથી આ પ્રકારના મેસેજને શબ્દોમાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સક્રિપ્શન ફીચર ખૂબ જ મહત્ત્વનું અને જરૂરી બની શકે છે.

આ પણ વાંચો: ખંડણી-જુગાર બદલ ટેલિગ્રામ પર ભારતમાં મુકાઈ શકે છે પ્રતિબંધ, પાવેલ દુરોવની ધરપકડ બાદ 22640 કરોડનું ધોવાણ

ઓડિયો મેસેજને ટેક્સ્ટ નોટ્સ બનાવવી છે, વોટ્સએપ લઈને આવ્યું ટ્રાન્સક્રિપ્શન ફીચર 2 - image

આ ફીચરને કેવી રીતે શરુ કરશો?

આ માટે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરીને એના સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ ચેટ ઓપ્શનમાં ટ્રાન્સક્રિપ્શન ઓપ્શન જોવા મળશે એને ઓન કરવાનું રહેશે. આ ઓન કર્યા બાદ ઓડિયો મેસેજને શબ્દમોમાં રૂપાંતર કરી શકાશે.

બે ઓપ્શન મળશે યુઝરને

ઓડિયો મેસેજને ટ્રાન્સક્રિપ્ટ કરવા માટે યુઝરને બે ઓપ્શન આપવામાં આવશે. વોઇસનોટ્સની નીચે ટ્રાન્સક્રિપ્શન ઓપ્શન હશે એના પર ક્લિક કરતાં યુઝરને બે ઓપ્શન મળશે. પહેલું આ શબ્દોની ફાઇલને ટેક્સ્ટ ફાઇલ તરીકે ડાઉનલોડ કરવી અથવા તો ઓરિજિનલ મેસેજની નીચે એનું ટ્રાન્સક્રિપ્શન જોવા મળશે.

આ પણ વાંચો: હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી

પ્રાઇવસી અને સિક્યોરિટી

વોટ્સએપના દરેક મેસેજ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન પર આધારિત હોય છે. આથી આ ફીચરમાં પણ વોટ્સએપ દ્વારા પ્રાયવસી અને સિક્યોરિટીની ગેરન્ટી આપવામાં આવી છે. આ વોઇસ મેસેજને કોઈ વાંચી નહીં શકે તેમ જ એનું જે શબ્દોમાં રૂપાંતર કરવામાં આવે છે એને પણ કોઈ વાંચી નહીં શકે. આથી યુઝર માટે આ ફીચર એકદમ સુરક્ષિત છે.

કઈ ભાષા કરે છે સપોર્ટ?

વોટ્સએપમાં હાલમાં અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગલ, રશિયા અને ભારતની હિન્દી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાયની ઘણી ભાષાનો સમાવેશ બહુ જલદી કરવામાં આવશે. જોકે અત્યારે દુનિયાભરમાં આટલી જ ભાષાને સપોર્ટ મળ્યો છે.

આ ફીચર હાલમાં એન્ડ્રોઇડમાં જ ઉપલબ્ધ છે, પરંતુ એને બહુ જલદી આઇફોન માટે પણ રિલીઝ કરવામાં આવશે.


Google NewsGoogle News