યુઝરની પ્રાઇવસી માટે વોટ્સએપનું નવું ફીચર: સિક્રેટ કોડથી ચેટને વધુ સેફ બનાવો, જાણો કેવી રીતે કામ કરશે
WhatsApp Secret Code: વોટ્સએપની ચેટને વધુ સિક્યોર અને સેફ બનાવવા માટે વોટ્સએપ દ્વારા તેમના ફીચરમાં નવો ઉમેરો કરવામાં આવ્યો છે. વોટ્સએપના નવા ફીચરના કારણે યુઝર્સ હવે ચેટને અલગ પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકશે. ગૂગલ દ્વારા પહેલીવાર આર્કાઇવનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેને કારણે કોઈ વ્યક્તિનો મેસેજ જોવાર નથી થવો. આ ફીચર ખાસ કરીને ઉપયોગી હતું, જ્યારે કોઈ વ્યક્તિ સતત મેસેજ કરતું હોય અને તેને જોવાનો હવે મન ન હોય. આ આર્કાઇવ ફીચરની જેમ, વોટ્સએપે લોક ચેટનો પણ સમાવેશ કર્યો હતો, જેનાથી યુઝર ચેટને લોક કરી શકતા. હવે, આ ફીચરમાં વધુ એક સ્ટેપ ઉમેરવામાં આવ્યો છે, જેમાં યુઝર પોતાની લોક ચેટને અલગ પાસવર્ડ આપી સેક્યોર કરી શકશે. આ નવું ફીચર ‘સિક્રેટ કોડ’ તરીકે ઓળખાવામાં આવ્યું છે.
સિક્રેટ કોડ કેવી રીતે કામ કરશે?
વોટ્સએપમાં સિક્રેટ કોડ અન્ય પાસવર્ડની જેમ જ કામ કરશે, પરંતુ આ કોડને કોઈ પણ રાખી શકશે. મોબાઇલના ફિંગરપ્રિન્ટ સેન્સર કે ફેસ આઇડી અથવા મોબાઇલ અનલોક કરવા માટેના પાસવર્ડ કે પેટર્નનો ઉપયોગ કરવો ફરજિયાત નથી. આ માટે કોઈ અલગ પાસવર્ડ રાખી શકાય છે. આથી, જો મોબાઇલનો પાસવર્ડ કોઈને ખબર હોય તો પણ એ વ્યક્તિ આ લોક ચેટને જોઈ શકશે નહીં, કારણકે એ માટે હવે સિક્રેટ કોડ છે. આ સિક્રેટ કોડની સાથે લોક ચેટને સંતાડવા માટે પણ નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે.
ચેટ લોક કેવી રીતે કરશો?
આ માટે સૌપ્રથમ, વોટ્સએપ ઓપન કરી અને તે ચેટને લોન્ગ પ્રેસ કરવી, જેને લોક કરવી છે. ત્યાર બાદ ‘લોક ચેટ’ પર ક્લિક કરીને તે ચેટને લોક કરી શકાય છે. અથવા, તે ચેટને લોક કરવા માટે લેફ્ટ સાઇડ સ્લાઇડ કરી ‘મોર’ ઓપ્શનમાં જઈને પણ લોક ચેટ કરી શકાશે. આ બન્નેમાંથી કોઈપણ એક રીતે ચેટને લોક કરવી.
સિક્રેટ કોડ
ચેટને લોક કર્યા બાદ તે આર્કાઇવ ફોલ્ડરની જેમ કામ કરશે. એટલે કે, ચેટ વિન્ડોને નીચે સ્લાઇડ કરતાં લોક ચેટનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરતાં તે ચેટ દેખાશે, જેને લોક કરેલ છે. આ વિન્ડોમાં સેટિંગ્સ ઓપ્શન પણ છે. એ સેટિંગ્સ પર ક્લિક કરતાં ‘લોક ચેટ’ની સેટિંગ્સ વિન્ડો ખુલશે, જેમાં બે ઓપ્શન છે. એમાંથી ‘સિક્રેટ કોડ’ ઓપ્શન પસંદ કરવું. આ ઓપ્શન ઓફ હશે તે ઓન કરવું અને પાસવર્ડ ટાઇપ કરવો. તે પાસવર્ડ નંબર, સિમ્બોલ, અથવા આલ્ફાબેટ હોઈ શકે છે. ત્યાર બાદ રી-ટાઇપ કરીને પાસવર્ડ કન્ફર્મ કરવો અને ‘ડન’ કરતાની સાથે સિક્રેટ કોડ સેટ થઈ જશે. આ સિક્રેટ કોડનો ઉપયોગ હવે લોક ચેટને ઓપન કરવા માટે કરવો. ફેસ આઇડી, ફિંગર પ્રિન્ટ, અથવા પાસવર્ડથી આ લોક ચેટ ઓપન નહીં થાય.
આ પણ વાંચો: શિક્ષકોની કમીને પૂરી કરશે ગૂગલ: નવું AI ટૂલ 'લર્ન અબાઉટ', જાણો વિગત
કઈ વાતનું ધ્યાન રાખવું?
આ પાસવર્ડ એવો રાખવો કે એ યાદ રહી શકે. જો આ સિક્રેટ કોડ ભૂલી જવાય, તો ચેટને રિકવર કરવું મુશ્કેલ થઈ શકે છે. આથી, હંમેશાં આ સિક્રેટ કોડ એવો રાખવો કે એને કોઈ કલ્પી ન શકે અને તમારે યાદ રહી શકે.
લોક ચેટને કેવી રીતે હાઇડ કરશો?
લોક ચેટ કર્યા બાદ વિન્ડોને નીચે સ્લાઇડ કરતાં એ દેખાય છે. જોકે, એને પણ હવે હાઇડ કરી શકાય છે. આ માટે લોક ચેટમાં જઈને એના સેટિંગ્સમાં જવું. ત્યાં સિક્રેટ કોડની સાથે હાઇડ લોક ચેટનું ઓપ્શન પણ છે. આ ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ લોક ચેટ હાઇડ થઈ જશે. વિન્ડોને નીચે સ્લાઇડ કર્યા પછી પણ એ ચેટ દેખાશે નહીં. આથી, આ લોક ચેટને ઓપન કરવા માટે સર્ચ બારમાં સીધો સિક્રેટ કોડ ટાઇપ કરવો. એ કોડ ટાઇપ કરતાની સાથે જ લોક ચેટ ઓપન થઈ જશે.