Get The App

વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે 1 - image


WhatsApp New-Feature: વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર હવે ડ્રાફ્ટ મેસેજિસને પણ ચેટ લિસ્ટમાંથી મેનેજ કરી શકશે. આ ફીચર હાલમાં કેટલાક એન્ડ્રોઇડ વોટ્સએપ યુઝરના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર ઘણાં લોકોને ઉપયોગી થઈ શકશે. ખાસ કરીને એવા વ્યક્તિ જે મેસેજ લખીને સેન્ડ કરવાનું ભૂલી જતા હોય છે. આ વ્યક્તિઓ જ્યારે આ મેસેજને ફરી જોશે ત્યારે તેમને સેન્ડ કરવાનું યાદ આવી જશે.

એન્ડ્રોઇડ માટે આવી રહ્યું છે

આ ફીચર અત્યાર સુધી વોટ્સએપની ડેસ્કટોપ ઍપ્લિકેશનમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે એ એન્ડ્રોઇડ માટે પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર આઇફોન માટે ઉપલબ્ધ છે, પરંતુ એન્ડ્રોઇડમાંથી ગાયબ હતું. જો કે હવે એમાં પણ આવી રહ્યું છે.

વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે 2 - image

શું છે આ ફીચર?

અત્યાર સુધી ડેસ્કટોપ ઍપ્લિકેશનમાં અથવા તો આઇફોનમાં વોટ્સએપ મેસેજને ટાઇપ કરીને સેન્ડ ન કરવામાં આવ્યો હોય અને ચેટને બેક કરીને ઍપ્લિકેશન બંધ કરી દેવામાં આવે તો એ મેસેજ સેન્ડ ન કર્યો હોય તો ડ્રાફ્ટ તરીકે સેવ રહેતો હતો. એન્ડ્રોઇડમાં એવું નહોતું. એન્ડ્રોઇડમાંથી એ મેસેજ નીકળી જતો હતો. જો કે હવે એન્ડ્રોઇડમાં પણ વોટ્સએપ અન્ય પ્લેટફૉર્મની જેમ કામ કરશે.

આ પણ વાંચો: 48 વર્ષના વ્યક્તિને નોકરીએ રાખવા ગૂગલે ખર્ચ કર્યા રૂ. 22,625 કરોડ, જાણો શું છે કારણ

ફીચર તમારા વોટ્સએપમાં આવ્યું કે નહીં આ રીતે ચેક કરો

આ માટે કોઈ પણ યુઝર જે-તે વ્યક્તિની ચેટ ઓપન કરીને એમાં મેસેજ ટાઇપ કરી શકે છે. જો કે એ યાદ રાખવું કે એ મેસેજને સેન્ડ નહીં કરવો. ત્યાર બાદ આ મેસેજને ટાઇપ કર્યા બાદ બેક આવી જવું. જો એ ચેટમાં ડ્રાફ્ટ લેબલ આવી ગયું હોય તો સમજવું કે એ ફીચર તમારા મોબાઇલમાં આવી ગયું છે.


Google NewsGoogle News