બદલાયું WhatsApp, હવે મળશે નવી ડિઝાઈન, લોન્ચ થઈ નવી અપડેટ

- કંપનીએ હજુ સુધી આ અપડેટ અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી આપી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
બદલાયું WhatsApp, હવે મળશે નવી ડિઝાઈન, લોન્ચ થઈ નવી અપડેટ 1 - image


નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024, બુધવાર

WhatsApp Update : વોટ્સએપ થોડા થોડા સમયે પોતાની એપમાં ફેરફાર કરતું રહે છે. યૂઝર્સને ફ્રેશ એક્સપીરિયન્સ આપવા માટે સતત કંઈક નવું આ પ્લેટફોર્મ પર જોડતી રહે છે. આવું જ કંઈક વોટ્સએપ Android યૂઝર્સ માટે થયુ છે. કંપનીએ WhatsAppનું આખુ લુક બદલી નાખ્યુ છે. 

આ અપડેટની યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કંપની છેલ્લા દિવસોમાં તેને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી હતી. આ અપડેટ બાદ Android યૂઝર્સને પણ iOSની જેમ જ WhatsAppની ડિઝાઈન જોવા મળશે. ચાલો જાણીએ WhatsApp Updateમાં શું છે ખાસ.

બદલાઈ ગઈ ડિઝાઈન

જો તમે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કર્યું હશે તો તમને નવો લુક મળશે. હવે ચેટ, અપડેટ્સ, કમ્યુનિટિ અન કોલ્સ આ તમામ ઓપ્શન ઉપર નહીં દેખાશે. કંપનીએ તમામ બારને નીચે શિફ્ટ કરી દીધા છે. તેની પોઝિશન પણ બદલી નાખવામાં આવી છે. 

જ્યાં કમ્યુનિટી શરૂઆતમાં કમ્યુનિટીનો એપ્શન જોવા મળતો હતો. ત્યારબાદ ચેટ્સ, અપડેટ્સ અને કોલના ઓપ્શન આવતા હતા. હવે સૌથી પહેલા ચેટ ત્યારબાદ અપડેટ્સ, કોમ્યુનિટી અને કોલનો વિકલ્પ જોવા મળશે. જો કે, કંપનીએ હજુ સુધી આ અપડેટ અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી આપી.

જો તમારા WhatsApp પર આ ફેરફાર નથી દેખાઈ રહ્યો તો તમારે લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરવું પડશે. આ માટે તમારે Google Play Store પર જવું પડશે. અહીં તમારે WhatsApp સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને અપડેટનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરીને તમે એપ્લિકેશનને અપડેટ કરી શકો છો.


Google NewsGoogle News