WhatsAppમાં પ્રાઈવસી જાળવવા માટે નવું ફીચર આવ્યું, તાત્કાલિક ઓન કરી લો
નવા ફીચર પછી તમારુ વોટ્સએપ લોકેશન રહેશે ખાનગી
આ ફીચરનું નામ છે 'Protect IP address in call'
Image Freepic |
તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર
WhatsApp Protect IP Address in Calls: વોટ્સએપ દ્વારા તેના યુજર્સ માટે નવુ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જે કોલિંગ દરમ્યાન તમારા લોકેશન હાઈડ કરવામાં મદદ કરશે. આ ફીચરનું નામ ' પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ ' છે જે તમે સેટિંગની અંદર જઈને એક્સેસ કરી શકો છો. અત્યાર સુધી એપમાં એવુ થતુ હતું કે, વોટ્સએપ કોલ 'Peer to Peer' ડાયરેક્ટ કનેક્શન પર થતુ હતું. એવામાં સ્કેમર્સ અથવા હેકર્સ તમારુ લોકેશનની જાણકારી આઈપી એડ્રેસ દ્વારા મેળવી શકતા હતા.
નવા ફીચર પછી તમારુ વોટ્સએપ લોકેશન રહેશે ખાનગી
સ્કેમર્સ અથવા હેકર્સ IP એડ્રેસની મદદથી તમારી સર્ચ હિસ્ટ્રી, શોપિંગ વગેરેની જાણકારી એકત્ર કરી શકતા હતા. પરંતુ નવા ફીચર પછી તમારા વોટ્સએપ કોલ કંપનીના સર્વર દ્વારા બીજી વ્યક્તિ સુધી પહોચશે, તેનાથી તમારા લોકેશન જાહેર નહી થાય અને તમારી પ્રાઈવસીને પણ કોઈ નુકસાન નહી પહોચાડી શકે.
કેવી રીતે કરશો નવા ફીચરને ઓન
'પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ' ઓન કરવા માટે સૌથી પહેલા તમારે વોટ્સએપમાં સેટિંગમાં જઈને પ્રાઈવસીની અંદર એડવાન્સના ઓપ્શનમાં જવાનું રહેશે. અહીંથી તમે આ ઓપ્શનને ઓન કરી શકશો. ધ્યાન રહે કે, આ ફીચરને ઓન કરવા માટે વોટ્સએપ કોલમાં થોડીવાર અથવા કોલ ક્વોલિટી પર અસર પડી શકે છે.