Get The App

આખરે વોટ્સએપ માટે મ્યુઝિક ફીચર લોન્ચ થયું, જાણો કેવી રીતે ઉપયોગ કરશો…

Updated: Mar 29th, 2025


Google News
Google News
આખરે વોટ્સએપ માટે મ્યુઝિક ફીચર લોન્ચ થયું, જાણો કેવી રીતે ઉપયોગ કરશો… 1 - image


WhatsApp Music Status: વોટ્સએપ દ્વારા આખરે તેના યુઝર્સ માટે મ્યુઝિક ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જે રીતે મ્યુઝિક મૂકવામાં આવે છે, એ રીતે હવે વોટ્સએપની સ્ટોરીમાં પણ મૂકી શકાશે. આ ફીચરને ઘણાં સમય પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફીચરની મદદથી હવે યુઝર્સ સ્ટોરીમાં શબ્દો સાથે ફોટો અને વીડિયો પણ શેર કરી શકશે. તેમજ એ શેર કરતાંની સાથે બેકગ્રાઉન્ડમાં પોતાનું મનગમતું અથવા ટ્રેન્ડિંગ ગીત પણ મૂકી શકશે.

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં સ્ટેટ્સ ટેબ સિલેક્ટ કરવો. ત્યારબાદ ક્રિએટ સ્ટેટસમાં જવું. જો શબ્દનો ઉપયોગ કરવો હોય તો તે લખવું અને જો ફોટો અથવા વીડિયો મૂકવો હોય તો તે પસંદ કરવો.

ફોટો માટે: 15 સેકન્ડ સુધીનું મ્યુઝિક મૂકી શકાય છે.

વીડિયો માટે: 60 સેકન્ડ સુધીનું મ્યુઝિક મૂકી શકાય છે.

ફોટો અથવા વીડિયો પસંદ કર્યા બાદ ઉપર મ્યુઝિકનો સિમ્બોલ દેખાશે, એ પર ક્લિક કરતાં મ્યુઝિક લાઇબ્રેરી શરૂ થઈ જશે.

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ ફીચર ખૂબ પ્રચલિત હોવાથી વોટ્સએપના યુઝર્સ પણ તેનો ઉપયોગ કરવા માગતા હતાં. આથી મેટા દ્વારા આ ફીચર વોટ્સએપમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અસિમ રિયાઝ અને રજત દલાલનો ઝઘડો: શા માટે વિવાદાસ્પદ વ્યક્તિઓને શો માટે પસંદ કરવામાં આવે છે?

વોટ્સએપની પોતાની મ્યુઝિક લાઇબ્રેરી

વોટ્સએપ પર આ ફીચર શરુ કરવામાં આવ્યું છે, જેમાં વોટ્સએપની પોતાની લાઇબ્રેરી ઉપલબ્ધ છે. તેમાં લાખો ગીતોનો સમાવેશ કરાયો છે. યુઝર્સ પોતાની પસંદગી અનુસાર લાઇન પસંદ કરીને તેને સ્ટેટસમાં મૂકી શકે છે. યુઝર્સ વાઇરલ ટ્રેન્ડને અનુસરીને કન્ટેન્ટ બનાવી શકે છે.

વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સ જે કોઈ ગીતનો ઉપયોગ કરે, તેની માહિતી કંપની પાસે કોઈ રીતે નહીં રહે. વોટ્સએપ સ્ટેટસમાં મ્યુઝિકને પણ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન સાથે સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.

Tags :