WhatsApp પર આવશે વધુ એક નવું ફીચર, બનાવટી વીડિયો વાયરલ થતો અટકાવવા થશે મદદરૂપ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
WhatsApp પર આવશે વધુ એક નવું ફીચર, બનાવટી વીડિયો વાયરલ થતો અટકાવવા થશે મદદરૂપ 1 - image

Image:Freepik 

નવી મુંબઇ,તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

વિશ્વભરની કંપનીઓનું ફોકસ AI  પર છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ સહિત ઘણી કંપનીઓ તેમના પોતાના AI અને ML મોડલ તૈયાર કરી રહી છે, જે ડિજિટલ સ્પેસમાં ક્રાંતિ લાવી શકે છે. આ ખુબીની સાથે  સાથે, AIના કેટલાક નકારાત્મક પાસાઓ છે, જેને અવગણી શકાય નહીં. જેના કારણે ઘણી બધી ખોટી માહિતી પણ ફેલાઈ શકે છે.

મેટાએ તાજેતરમાં ફેક ન્યુઝને અટકાવવા માટે  મિસઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA) સાથે ભાગીદારી કરી છે. આ માટે, તે એક ડેડીકેટેડ ફેક્ટ ચેકિંગ હેલ્પલાઇનને WhatsApp પર લોન્ચ કરવા જઇ રહ્યું છે. જે ડીપફેક અને AI-જનરેટેડ મીસ ઇન્ફરર્મેશનને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

માર્ચમાં લોન્ચ થઇ શકે છે MCA 

WhatsApp પર આવશે વધુ એક નવું ફીચર, બનાવટી વીડિયો વાયરલ થતો અટકાવવા થશે મદદરૂપ 2 - image

MCA એ જણાવ્યું કે, આ નવી હેલ્પલાઈન માર્ચમાં શરૂ કરવામાં આવશે. આનાથી ઘણા લોકોની ઇમેજ ખરાબ થતા બચાવી શકાય છે. ઘણી વખત સાયબર ગુનેગારો કેટલીક સેલિબ્રિટીના ફોટાનો ઉપયોગ કરે છે અને તેનો નકલી વીડિયો બનાવે છે. જેને ડીપફેક કહેવામાં આવે છે. ડીપફેક શબ્દ થોડા સમયથી ચર્ચામાં આવ્યો છે જ્યારથી સેલિબ્રિટિઓના ડિપફેક વીડિયો બનવા લાગ્યા છે.

ઘણી ભાષાઓમાં મળશે સપોર્ટ  

WhatsApp ચેટબોટ મલ્ટી લેંગ્વેઝ સપોર્ટની સાથે આવશે. જેમાં અંગ્રેજી ઉપરાંત અન્ય ત્રણ રિઝનલ  ભાષાઓને પણ સપોર્ટ મળશે. જેના પર તમે Deepfake ની રિપોર્ટ પણ કરી શકશો. 

એમસીએ અનુસાર, યુઝર્સને હેલ્પલાઈન પર મેસેજ મોકલવો પડશે, ત્યારબાદ સિસ્ટમ તેનું કામ કરશે અને ફેક્ટ ચેક કરશે. 


Google NewsGoogle News