નવા વર્ષે ઝટકો, હવે આ મોબાઈલમાં નહીં ચાલે વોટ્સએપ, લિસ્ટમાં તમારું મોડેલ તો નથી ને?
Whatsapp ends support for these old smartphone models: લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણા જૂના સ્માર્ટફોન માટે એપ સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. એટલે કે જે યૂઝર્સની પાસે આ જૂના સ્માર્ટફોન છે તેમણે હવે WhatsAppનો ઉપયોગ કરવા માટે નવો ફોન ખરીદવો પડશે. પ્લેટફોર્મ અવારનવાર નવા મોડલ્સ પર ફોકસ કરવા માટે જૂના ડિવાઈસ માટે સપોર્ટ ખતમ કરી દે છે.
મેસેજિંગ એપના વિશ્વભરમાં લગભગ બે અબજ યુઝર્સ છે અને ભારતમાં તેનો મોટો યુઝરબેઝ છે. 1 જાન્યુઆરી 2025થી શરૂ કરતા 20થી વધુ Android ફોન્સ માટે વોટ્સએપ સપોર્ટ સમાપ્ત થઈ રહ્યું છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ ડિવાઈસ જૂના આઉટડેટેડ Android વર્ઝન પર કામ કરે છે. ઉદાહરણ તરીકે Android 4.4 Kitkat અથવા તેના કરતા જૂના સોફ્ટવેર વર્ઝન પર કામ કરતા ફોનમાં હવે વોટ્સએપ પર ચેટિંગ શક્ય નથી.
આ કારણોસર લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
વોટ્સએપની પેરેન્ટ કંપની Meta એ ઘણા જૂના ડિવાઈસ માટે એપ સપોર્ટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે જેથી અન્ય યુઝર્સને વધુ સારી સુરક્ષા અને કાર્યક્ષમતાનો લાભ મળી શકે. તમને જણાવી દઈએ કે જે ફોન માટે સપોર્ટ બંધ થઈ ગયો છે તેને લોન્ચ થયાને એક દાયકાથી વધુ સમય વીતી ચૂક્યો છે. આવી સ્થિતિમાં ડિવાઈસોને લાંબા સમયથી અપડેટ્સ નથી મળ્યા.
આ પણ વાંચો: નામ લીધા વગર સંગીતા બિજલાણીએ સલમાનને 'એક્સપોઝ' કર્યો, ટૂંકા વસ્ત્રો પર જુઓ શું બોલી
આ મોબાઈલમાં નહીં ચાલે વોટ્સએપ, જુઓ લિસ્ટ
Samsung
- Galaxy S3
- Galaxy Note 2
- Galaxy Ace 3
- Galaxy S4 Mini
Motorola
- Moto G (1st Gen)
- Motorola Razr HD
- Moto E 2014
HTC
- One X
- One X+
- Desire 500
- Desire 601
LG
- Optimus G
- Nexus 4
- G2 Mini
- L90
Sony
- Xperia Z
- Xperia SP
- Xperia T
- Xperia V
તમને જણાવી દઈએ કે આનાથી પ્રભાવિત યુઝર્સ પાસે ડિવાઈસ અપગ્રેડ એકમાત્ર વિકલ્પ છે અને તેમણે નવો ફોન ખરીદવો પડશે.