સવારે UPI બાદ સાંજે WhatsAppનું સર્વર ડાઉન, યુઝર્સને મેસેજ મોકલવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Whatsapp Down: મેટાની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપ શનિવારે ભારતમાં ડાઉન થઈ ગઈ છે. યુઝર્સને મેસેજ મોકલવામાં અને સ્ટેટસ અપલોડ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. એપ આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટર મુજબ, ઓછામાં ઓછા 81 ટકા યુઝર્સને મેસેજ મોકલવામાં સમસ્યા આવી હતી, જ્યારે 16 ટકા યુઝર્સે એકંદરે એપમાં કોઈ અન્ય સમસ્યા નોંધાવી હતી.
આજના દિવસે સવારે જ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવામાં મોટાભાગના યુઝર્સને મુશ્કેલીઓ આવી રહી હતી. UPI સર્વર ડાઉન થતાં દેશભરમાં અનેક ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ પર ડિજિટલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક ખરીદી, બિલ પેમેન્ટ અને વ્યવસાયિક વ્યવહારો અવરોધાયા હતા.