ડેસ્કટોપ પર ઉપયોગ કરતા વોટ્સએપ યુઝર્સને સરકારની ચેતવણી: સુરક્ષીત રહેવા માટે આટલું કરો…
WhatsApp Desktop Users On Risk: સરકાર દ્વારા હાલમાં જ વોટ્સએપનો ડેસ્કટોપ પર ઉપયોગ કરનારા યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. વોટ્સએપનો ઉપયોગ મોબાઇલ અને ટેબલેટની સાથે લેપટોપ અને કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ પર પણ કરી શકાય છે. સરકારી એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા વિન્ડોઝ ડેસ્કટોપ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. આ એજન્સી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હેઠળ કાર્યરત છે.
શું છે આ ચેતવણી?
સરકારી એજન્સી દ્વારા વોટ્સએપના ડેસ્કટોપ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. વોટ્સએપનો ઉપયોગ ભારતમાં 400 મિલિયનથી વધુ યુઝર્સ કરે છે. આ યુઝર્સમાં ડેસ્કટોપ યુઝર્સ પણ ઘણાં છે. એમાં સમસ્યા હોવાથી હેકર્સ અને સ્કેમર્સ આ ડેસ્કટોપ યુઝર્સને ખૂબ જ સરળતાથી ટાર્ગેટ કરી રહ્યાં છે. વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનના ફાઇલ એક્સટેન્શનમાં પ્રોબ્લેમ હોવાથી આ પ્રકારની સમસ્યાનો સામનો યુઝર્સે કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને કારણે અટેચમેન્ટને લઈને ઘણું રિસ્ક રહેલું છે.
હેકર્સના બની શકો છો ટાર્ગેટ
વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં સમસ્યા હોવાથી હેકર્સ ખૂબ જ સરળતાથી એ યુઝર્સને ટાર્ગેટ કરી શકે છે. અટેચમેન્ટ કરવામં સમસ્યા હોવાથી હેકર્સ કોઈ પણ ફાઇલને યુઝરને સેન્ડ કરી શકે છે. આ ફાઇલમાં વાઇરસ પણ હોઈ શકે છે. આથી યુઝર ડાઉનલોડ કરતાં જ હેકર્સને સીધો પર્સનલ ડેટા મળી જશે. આ ડેટાને કારણે યુઝર્સ સાથે કોઈ પણ સ્કેમ થઈ શકે છે. તેમ જ ડેટા સિક્યોરિટીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે.
કયા યુઝર્સને થઈ શકે છે આ અસર?
હેકર્સ મોટાભાગે વોટ્સએપ ડેસ્કટોપના વર્ઝન 2.2450.6ને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ લેટેસ્ટ વર્ઝન નથી, પરંતુ આ વર્ઝન અને એ પહેલાંના દરેક વર્ઝનનો ઉપયોગ કરતાં યુઝર્સ હેકર્સના ટાર્ગેટ પર છે. બિઝનેસ માટે વોટ્સએપનો ઉપયોગ કરનાર દરેક યુઝર્સ માટે આ ખૂબ જ મોટું રિસ્ક છે.
કેવી રીતે રહેશે સુરક્ષિત?
અપડેટ કરવું: વોટ્સએપ ડેસ્કટોપ એપનું લેટેસ્ટ વર્ઝન છે કે નહીં એ ચેક કરવું. મોટા ભાગના યુઝર્સ એપ્લિકેશન અપડેટ નથી કરતાં. આથી લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવું. એ કરવાથી યુઝર્સ સુરક્ષિત રહેશે. તેમ જ સતત અપટેડ્સ માટે ચેક કરતાં રહેવું.
ધ્યાન રાખવું: કોઈ પણ યુઝર્સ દ્વારા કોઈ પણ અટેચમેન્ટ મોકલવામાં આવે એને તરત ખોલવા નહીં. કોણ વ્યક્તિ છે અને શું મોકલું છે એ પહેલાં જોવું. વ્યક્તિ અજાણી લાગે અને ઓળખીતી ન હોય તો એ ફાઇલથી દૂર રહેવું.