Get The App

વોટ્સએપમાં લૉન્ચ કરાયું ધમાકેદાર ટેબ ફિચર, હવે કૉલિંગથી લઈને ચેટ કરવી બનશે વધુ સરળ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
Whatsapp Feature: વોટ્સએપ દ્વારા હાલમાં જ ફેવરિટ ટેબ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વોટ્સએપ એના યુઝર્સને વધુ સરળ અને સિમ્પલ સર્વિસ પૂરી પાડવા માટે સતત નવા-નવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે. આ ફીચર્સમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે એ યુઝર્સ માટે ખૂબ જ સિમ્પલ અને ફાયદાકારક હોય. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના નિકટના વ્યક્તિ સાથે પહેલાં કરતાં વધુ ક્લોઝ રહી શકશે. આ પાછળનું કારણ એ છે કે તેમને ફોન કરવાનું હવે પહેલાં કરતાં વધુ સરળ બન્યું છે. જોકે વોટ્સએપ જ્યારે યુઝર્સ માટે સરળતાની વાત કરતું હોય ત્યારે એ ફોન કરવા પૂરતું સીમિત હોય એવું થોડું બને. યુઝર્સ હવે ફોન કરવાની સાથે સરળતાથી મેસેજ કરી શકશે અને ચેટને પણ ખૂબ જ સરળતાથી શોધી શકશે. જો કે આ માટે જે તે વ્યક્તિને પહેલાં ફેવરિટ્સમાં એડ કરવા જરૂરી છે.

વોટ્સએપમાં લૉન્ચ કરાયું ધમાકેદાર ટેબ ફિચર, હવે કૉલિંગથી લઈને ચેટ કરવી બનશે વધુ સરળ 1 - image

ફેવરિટમાં એડ કરવાની પહેલી રીત

  1. આ માટે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરી એમાં કોલ ટેબમાં જવું.
  2. એ ટેબમાં ઉપર એડ ફેવરિટ લખેલું હશે એના પર ક્લિક કરવું.
  3. એ ક્લિક કર્યા બાદ જે પણ ફેમિલી મેમ્બર અથવા તો ફ્રેન્ડ્સને સિલેક્ટ કરવું હોય એ નામને સિલેક્ટ કરવું.
  4. એ નામ સિલેક્ટ કર્યા બાદ એ વ્યક્તિ ફેવરિટમાં એડ થઈ જશે અને ત્યા તેમના નામ દેખાશે.
  5. આ નામની બાજુમાં ફોનનો સિમ્બોલ અને વીડિયો કોલ બંને સિમ્બોલ હશે. આથી ઓડિયો કોલ કરવો હોય તો ફોન અને વીડિયો કોલ કરવો હોય તો એના સિમ્બોલ પર ક્લિક કરતાં જ ફોન ડાયરેક્ટ લાગી જશે.
વોટ્સએપમાં લૉન્ચ કરાયું ધમાકેદાર ટેબ ફિચર, હવે કૉલિંગથી લઈને ચેટ કરવી બનશે વધુ સરળ 2 - image

ફેવરિટમાં એડ કરવાની બીજી રીત

1. આ માટે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરી એમાં ચેટિંગ વિન્ડોમાં જે-તે વ્યક્તિના નામ પર ક્લિક કરી અથવા તો સ્લાઇડ કરી મોર ઓપ્શનમાં જઈને એડ ટૂ ફેવરિટ કરી શકાય છે.
2. જો એમ ન કરવું હોય તો ચેટ વિન્ડોમાં જ સ્વાઇપ ડાઉન કરતાં સર્ચ અને એની નીચે ઓલ, અનરીડ, ફેવરિટ અને ગ્રૂપ એમ લખેલું હશે એમાં ફેવરિટ પર ક્લિક કરવું.
3. આ ફેવરિટ પર ક્લિક કરતાં જ એડ ટૂ ફેવરિટ ઓપ્શન દેખાશે એમાં જઈને નામ એડ કરી શકાશે.

વોટ્સએપમાં લૉન્ચ કરાયું ધમાકેદાર ટેબ ફિચર, હવે કૉલિંગથી લઈને ચેટ કરવી બનશે વધુ સરળ 3 - image

ફેવરિટમાં એડ કરવાની ત્રીજી રીત

1. આ માટે વોટ્સએપ ઓપન કરી સેટિંગ્સમાં જવું.
2. સેટિંગ્સમાં ગયા બાદ એમાં ફેવરિટ ટેબ હશે. એના પર ક્લિક કરી ત્યાં પણ ફેવરિટ એડ કરી શકાશે. એડ કર્યા બાદ અહીંથી ફેવરિટને મેનેજ પણ કરી શકાશે. એટલે કે કોઈને કાઢવું હોય અથવા તો નવું એડ કરવું હોય તો એ અહીંથી પણ થઈ શકે છે.

વોટ્સએપનું આ ફીચર સમય બચાવવાની સાથે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. વોટ્સએપની ચેટ વિન્ડોમાં એક સાથે ઘણાં બધા મેસેજ હોય છે. આથી યુઝરના ફેવરિટ વ્યક્તિના મેસેજ બની શકે ઘણાં મેસેજ આવ્યા હોવાને કારણે નીચે જતી રહે. આથી એ સમયે વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ ફિલ્ટર તરીકે પણ કરી શકાશે. આ માટે વોટ્સએપની ચેટ વિન્ડોમાં સ્વાઇપ ડાઉન કરવું. આ સમયે ઓલ, અનરીડ, ફેવરિટ અને ગ્રૂપમાંથી ફેવરિટ પર ક્લિક કરતાં જ ફક્ત સિલેક્ટેડ વ્યક્તિના મેસેજ જોઈ શકાશે.









Google NewsGoogle News