વોટ્સએપ લાવ્યું નવું અપડેટ્સ, હવે કોઈપણ ડિવાઈસથી મેનેજ થશે કોન્ટેક્ટ, મોટી મુશ્કેલી ઉકેલાઈ
WhatsApp: લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા યુઝર્સને ઘણા ડિવાઈસમાં લોગઈનનો વિકલ્પ મળવા લાગ્યો છે, પરંતુ તેઓ પોતાના કોન્ટેક્ટ્સમાં ફેરફાર નહોતા કરી શકતા. કોઈપણ કોન્ટેક્ટ્સને એડ અથવા મેનેજ કરવા માટે પહેલા મોબાઈલ ડિવાઈસની મદદ લેવી પડતી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યૂઝર્સ કોઈ પણ ડિવાઈસથી કોન્ટેક્ટ્સ એડ અથવા મેનેજ કરી શકે છે. આ અપડેટને સૌ પહેલા વોટ્સએપ વેબ અને વિન્ડોઝ પ્લેટફોર્મ પર રોલઆઉટ કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ તમામ યુઝર્સને તેનો લાભ મળવા લાગશે.
WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર
મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં સામેલ કરવામાં આવેલ નવું ફીચર યુઝર્સને સીધું વોટ્સએપમાં જ નવું કોન્ટેક્ટ્સ સેવ કરવાનો વિકલ્પ આપશે. એટલે કે, તેમણે ડિવાઈસના કોન્ટેક્ટ્સ લિસટમાં ન જાવું પડશે. એનો ફાયદો એ થશે કે જ્યારે યુઝર્સ પોતાનાના ડિવાઈસને સ્વિચ કરશે અથવા લિંક કરશે ત્યારે આ કોન્ટેક્ટ લિસ્ટ નવા ફોન કે ડિવાઈસમાં ઑટોમૅટિક રીતે રિસ્ટોર થઈ જશે. આવી જ રીતે વોટ્સએપ કોન્ટેક્ટ્સ ગુમાવવાનો ભય પણ નહીં રહેશે અને એપમાં જ કોન્ટેક્ટ્સને મેનેજ કરી શકાશે.
આ પણ વાંચો: ટ્રી-ફોલ્ડ મોબાઇલ: સેમસંગના આગામી મોબાઇલ જોવા મળશે ત્રણ ડિસ્પ્લે જાણો તમામ વિગતો
કંપનીએ નવા ફેરફારની જાણકારી આપી
વોટ્સએપે નવા ફેરફાર અંગે કહ્યું કે, 'આ વોટ્સએપ કોન્ટેક્ટ્સ એવી સ્થિતિમાં ઉપયોગી સાબિત થશે જ્યારે તમે તમારો ફોન અન્ય લોકો સાથે શેર કરી રહ્યાં હોવ અથવા તમે એવું ઈચ્છો કે, ફોનમાં એકથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ મેનેજ કરતી વખતે પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ્સ અલગ રહે. હાલમાં યુઝર્સને ચેટિંગ કરવા માટે પોતાના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં કોન્ટેક્ટ સેવ કરવા પડે છે, પરંતુ નવા ફીચરને કારણે આ જરૂરિયાત ખતમ થઈ જશે.
ટૂંક સમયમાં ફોન નંબરનું સ્થાન લેશે યૂઝરનેમ
પ્લેટફોર્મ એક મોટા અપડેટ પર કામ કરી રહ્યું છે, જેના કારણે યુઝર્સને વોટ્સએપમાં ચેટિંગ માટે તેમના કોન્ટેક્ટ નંબર શેર કરવાની જરૂર નહીં રહેશે. ઈન્સ્ટાગ્રામ જેવી સેવાઓની તર્જ પર યુઝર્સ પોતાનું યૂઝરનેમ ક્રિએટ કરી શકશે અને તેને શેર કરીને અન્ય લોકો સાથે ચેટિંગ કરી શકાશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફેરફાર બાદ શ્રેષ્ઠ પ્રાઈવસી મળશે અને દરેકને પોતાનો ફોન નંબર ન આપવો પડશે.
યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરાયા ફેરફારો
હાલમાં નવા ફેરફારનો ફાયદો એ છે કે યુઝર્સને મોબાઈલ ડિવાઈસ પર નવા કોન્ટેક્ટ સેવ નહીં કરવા પડશે અને તેઓ ડેસ્કટોપ કમ્પ્યુટર પર લિંક કરેલ વોટ્સએપમાં પણ કોન્ટેક્ટને સરળતાથી સેવ કરી શકશે. ફોનના કોન્ટેક્ટમાંમાં ગયા વિના સીધા મેસેજિંગ એપમાં નવા કોન્ટેક્ટ સેવ કરવા અથવા વર્તમાન કોન્ટેક્ટને મેનેજ કરવાનું કામ કરી શકાશે. પ્લેટફોર્મનું કહેવું છે કે આ ફેરફારો યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને તેમના ચેટિંગ અનુભવને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે.