ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં આવશે હવે સ્ટોરી લાઇક બટન અને ચેટ થીમ
WhatsApp New Chat Theme: ઇન્સ્ટાગ્રામના એક પછી એક ફિચર્સ હવે વોટ્સએપમાં આવી રહ્યા છે. વોટ્સએપમાં હાલમાં જ કસ્ટમ સ્ટીકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે એની સ્ટોરીમાં રીએક્શન આપવાનું ફિચર પણ આવી ગયું છે. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જે રીએક્શનનું ફિચર હતું એ હવે વોટ્સએપમાં આવી ગયું છે. વોટ્સએપની સ્ટોરીમાં યુઝર્સ હવે સીધા ત્યાંથી જ રીએક્શન આપી શકે છે. આ તમામ ફિચર્સ બાદ હવે વોટ્સએપમાં થીમ્સનો સમાવેશ થવા જઈ રહ્યો છે.
વોટ્સએપ
થીમ
ઇન્સ્ટાગ્રામમાં જે રીતે ચેટિંગમાં થીમ બદલી શકાય છે એ જ રીતે હવે વોટ્સએપમાં પણ બદલી શકાશે. અત્યાર સુધી વોટ્સએપમાં અલગ-અલગ ચેટ માટે બેકગ્રાઉન્ડ કલર બદલી શકાતો હતો. જો કે હવે એમાં થીમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ થીમની મદદથી વોટ્સએપમાં ટેક્સની જે બબલ હોય છે એમાં પણ બદલાવ કરી શકાશે. એટલે કે બેક્ગ્રાઉન્ડની સાથે ચેટ બબલને પણ બદલી શકાશે. આ ફિચર હજી સુધી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને બહુ જલદી એને લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગેમ રમવાના શોખીન છો તો જાણો કેવી રીતે બંધ કરી શકાશે આઇફોનમાં એડ્સ
સ્ટોરી
લાઇક
ઇન્સ્ટાગ્રામમાં
જે રીતે સ્ટોરી લાઇક બટન છે એ જ રીતે હવે વોટ્સએપમાં પણ લાઇક આવી રહ્યું છે. અત્યાર સુધી
વોટ્સએપમાં રિપ્લાય દ્વારા રિએક્શન આપવામાં આવતું હતું. જો કે હવે રિપ્લાય ટેબની
બાજુમાં જ લાઇક બટન એટલે કે હાર્ટ શેપનું સેક્શન આવી રહ્યું છે. એના પર ક્લિક કરતાં
સ્ટોરી લાઇક થઈ જશે. આથી યુઝરની ચેટમાં એ જોવા નહીં મળે. સીધું સ્ટેટસમાં જ જોઈ
શકાશે કે કોણે-કોણે લાઇક કર્યું છે. સ્ટોરીના વ્યુઝ કેટલા છે અને કોણે-કોણે જોયું
છે એની સાથે હવે લાઇક પણ દેખાશે. આ ફિચર હાલમાં બીટા યુઝર્સ માટે છે. હાલમાં એનું
ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને બહુ જલદી એને લોન્ચ પણ કરવામાં આવશે. એક રીતે જોવા જઈએ
તો ઇન્સ્ટાગ્રામના મેસેજ અને ફેસબૂક મેસેન્જર જેવી જ સ્ટાઇલ વોટ્સએપમાં પણ હશે.