Get The App

વોટ્સએપ યૂઝર્સ હવે લિંક ડિવાઇઝમાં પણ જોઈ શકશે ‘વ્યુ વન્સ’ મીડિયા, મોબાઇલની જરૂર હવે નહીં પડે

Updated: Feb 2nd, 2025


Google News
Google News
વોટ્સએપ યૂઝર્સ હવે લિંક ડિવાઇઝમાં પણ જોઈ શકશે ‘વ્યુ વન્સ’ મીડિયા, મોબાઇલની જરૂર હવે નહીં પડે 1 - image


WhatsApp Feature Update: વોટ્સએપ દ્વારા હાલમાં તેમની એપ્લિકેશનમાં થોડા સુધારા કરવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ માટેના બીટા વર્ઝનમાં વોટ્સએપ દ્વારા એક નવો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાની મદદથી વોટ્સએપ યૂઝર્સ હવે લિંક ડિવાઇઝમાં પણ ‘વ્યુ વન્સ’ મીડિયાને જોઈ શકશે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ હેઠળ છે અને તેને દરેક યૂઝર્સ માટે બહુ જલદી રિલીઝ કરવામાં આવશે.

શું છે ‘વ્યુ વન્સ’ ફીચર?

‘વ્યુ વન્સ’ ફીચરને વોટ્સએપ દ્વારા ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં પણ આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફીચરની મદદથી યૂઝર કોઈ પણ ફોટો અને વીડિયોને સેવ નહીં કરી શકે અને એને શેર અથવા તો રેકોર્ડ પણ નહીં કરી શકે. સામેની વ્યક્તિએ ‘વ્યુ વન્સ’ ફીચરનો ઉપયોગ કરીને કોઈને પણ મીડિયા ફાઇલ સેન્ડ કરી હોય તો એ યૂઝર તેને એક જ વાર જોઈ શકે છે. યૂઝરની સેફ્ટી અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફોટો અને વીડિયો બાદ વોટ્સએપ દ્વારા આ ફીચર ઓડિયો એટલે કે વોઇસ મેસેજ માટે પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ ટિક-ટોક ખરીદશે તો ચીનને પડશે મોટો ફટકો? જાણો શું થઈ શકે છે અસર...

‘વ્યુ વન્સ’ ફીચરમાં કરવામાં આવી અપડેટ

આ ફીચર પહેલાં ફક્ત મોબાઇલમાં જ હતું. એટલે કે લેપટોપ અથવા તો અન્ય કોઈ ડિવાઇઝમાં તેને લિંક કરવામાં આવ્યું હોય તો એ ડિવાઇઝમાં ‘વ્યુ વન્સ’ વાળું એક પણ મેસેજ જોવા નહીં મળે. તેને ફક્ત મોબાઇલ પર જ જોઈ શકાય. જો કે વોટ્સએપ દ્વારા આ રિસ્ટ્રીક્શનને હવે દૂર કરવામાં આવ્યું છે. લિંક ડિવાઇઝ પર એકાઉન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિને આ મેસેજ જોવા માટે તકલીફ પડી રહી હતી. આથી વોટ્સએપ દ્વારા તે તકલીફ સાંભળી તેના પર કામ કર્યું છે. આથી યૂઝર્સ હવે લિંક ડિવાઇઝ એટલે કે કમ્પ્યુટર અથવા તો લેપટોપ પર કામ કરતી વખતે પણ ‘વ્યુ વન્સ’ મેસેજ જોઈ શકશે. આ માટે હવે મોબાઇલ હાથમાં લઈને તેને જોવાની જરૂર નહીં પડે. યૂઝરની સરળતા અને સમયને ધ્યાનમાં રાખીને આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યું છે.

Tags :
WhatsAppMetaView-OnceNew-FeatureBetaUpdate

Google News
Google News