વોટ્સએપ લાવશે દમદાર ફીચર, મળશે ઈનબિલ્ટ ટ્રાન્સલેશન અને વોઈસ ટ્રાન્સક્રિપ્શનની સુવિધા
WhatsApp Transcribe Feature: લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એક પછી એક શાનદાર ફીચર્સ રજૂ કરી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ એક અપડેટ લાવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપ યુઝર્સ હવે ગૂગલ મીટની જેમ વીડિયો કોલિંગ પર એકસાથે 32 યુઝર્સ સાથેને કોલ કરી શકશે. હવે, કંપની વધુ એક આકર્ષક સુવિધા રજૂ કરવાની તૈયારીઓ પર કામ કરી રહી છે, જે યુઝર માટે ખૂબ જ ઉપયોગી થશે. લેટેસ્ટ ફીચરની મદદથી યુઝર્સ વોઈસ મેસેજને ટ્રાન્સક્રાઈબ કરી શકશે.
વોઈસ મેસેજ થશે ટેક્સ્ટમાં કન્વર્ટ
આ ફીચર દ્વારા, જો રીસીવર કોઈ મહત્વની મીટીંગમાં હોય અથવા કોઈ સાર્વજનિક સ્થળે હોય જ્યાં તેઓ ફોનના લાઉડસ્પીકર દ્વારા વોઈસ મેસેજ સાંભળવા માંગતા ન હોય, તો તેઓ ટ્રાંસ્ક્રાઈબ ફીચરનો ઉપયોગ કરીને ઘણી ભાષાઓમાં વોઈસ મેસેજ વાંચી શકે છે. થોડા જ સમયમાં આ ફીચર લોન્ચ કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
આ પાંચ ભાષામાં મેસેજ કન્વર્ટ કરશે
વોટ્સઅપનું નવું ફીચર શરૂઆતમાં અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયન અને હિન્દી એમ આ પાંચ ભાષાને સપોર્ટ કરશે. જો તમને કોઈ યુઝર તમને વૉઇસ મેસેજ મોકલે છે અને તમે મિટિંગમાં કે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમે આ ઑડિયો ચાલુ નથી કરી શકતા તો આ નવું ફીચર વૉઇસ મેસેજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે અને તમે વાંચી શકશો.
અન્ય એક ફીચર મેસેજને ચેટમાં જ સરળતાથી ટ્રાન્સલેટ કરશે
આ ઉપરાંત કંપનીએ હાલમાં જ ટ્રાન્સલેટ મેસેજીસ નામના નવા ફીચર પર કામ કરવાનું શરૂ કર્યું છે, જેની મદદથી યુઝર્સ એપની અંદર કોઈપણ ચેટમાં મેસેજને સરળતાથી ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરી શકશે. આ ફીચર ગૂગલની લાઈવ ટ્રાન્સલેશન ટેક્નોલોજી પર આધાર રાખે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર કોઈપણ ચેટમાં જ તેનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: iPhone યુઝર્સ પણ હવે સુરક્ષિત નથી, સાયબર ફ્રોડથી બચવા માટે સરકારે જાહેર કર્યું એલર્ટ
શરૂઆતમાં, યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવા માટે લેંગ્વેજ પેક ડાઉનલોડ કરવાની જરૂર પડશે, જેમાં અંગ્રેજી અને હિન્દી સપોર્ટેડ પ્રથમ ભાષાઓ છે. ભવિષ્યમાં વધુ ભાષાઓ ઉમેરવાની અપેક્ષા છે. આ સુવિધા ચેટ્સમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે યુઝરને વોટ્સએપ એપ્લિકેશનમાં મેસેજ ટ્રાન્સલેટ કરી આપશે, આ માટે અંત કોઈ એપ લેવાનું જરૂર નહિ રહે.