વોટ્સએપે એક મહિનામાં બેન કર્યા 84.5 લાખ ભારતીય એકાઉન્ટ્સ, જાણો કેમ...
WhatsApp Banned Many Indians Accounts: વોટ્સએપ દ્વારા એક મહિનામાં 84.5 લાખ ભારતીય એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યાં છે. વોટ્સએપ દ્વારા આ પહેલી વાર નથી કર્યું. તેઓ સતત તેમના પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લેતા રહે છે. આ જ પગલાં હેઠળ તેમણે શંકાસ્પદ અને ખોટું કામ કરતાં એકાઉન્ટ્સ, જેમને સ્પેમ એકાઉન્ટ્સ કહી શકાય, એમને બેન કર્યા છે. વોટ્સએપનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ કરી રહ્યો છે. એના ફાયદા જેટલા છે એટલા જ ગેરફાયદા પણ છે. આથી કંપની ગેરફાયદાને દૂર કરવા માટે કમરકસી રહી છે.
કેવા એકાઉન્ટ્સ બેન થયા ?
મેટા કંપની દ્વારા વોટ્સએપને સુરક્ષિત બનાવવાની પહેલ શરુ કરવામાં આવી છે. આથી સ્કેમ કરનારા, ખોટી માહિતીઓ ફેલાવનારા અને ગેરકાયદેસરના કામ કરનારા વ્યક્તિઓને આ પ્લેટફોર્મ પરથી બેન કરવામાં આવી રહ્યા છે. ભારતીય IT નિયમ અનુસાર, કંપનીઓ આ રીતે સતત એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે કામ કરતી જોવા મળી રહી છે. આ કરવાથી ખોટું કામ કરનાર વ્યક્તિઓને અટકાવી શકાય છે.
કેટલા એકાઉન્ટ્સ બેન થયા ?
મેટા દ્વારા તેમના ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ દ્વારા એક મહિનાની અંદર, એટલે કે 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધીમાં કુલ 84.5 લાખ વોટ્સએપ એકાઉન્ટ્સ બેન કર્યાં છે. આ તમામ એકાઉન્ટ્સ ભારતીય છે. નિયમનો ભંગ કરવા બદલ 16.6 લાખ એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા છે. એમાંથી 16 લાખ વોટ્સએપ દ્વારા પોતે બેન કરવામાં આવ્યા છે અને અન્ય 60,000 એકાઉન્ટ્સ યુઝર્સ દ્વારા રિપોર્ટ કર્યા બાદ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ બેન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડોક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો વિગતો…
કોણ-કોણ બેન થઈ શકે છે?
ખોટું કામ કરનારા યુઝર્સ તો બેન થઈ જ શકે છે, પરંતુ આ સાથે જ થર્ડ-પાર્ટી વોટ્સએપનો ઉપયોગ કરનારા એકાઉન્ટ્સ પણ બેન થઈ શકે છે. ઇન્ટરનેટ પર ઘણા વોટ્સએપ છે, જેમને મોડિફાઇ કરવામાં આવ્યા છે અને જેમાં વધુ ફીચર્સનો સમાવેશ કરાયો છે. આ વોટ્સએપનો ઉપયોગ કરનારા યુઝર્સ પણ બેન થઈ શકે છે. લોકોને છેતરનારા એકાઉન્ટ્સ તો બેન થશે જ, પરંતુ ખોટી માહિતી ફેલાવનારા વ્યક્તિના એકાઉન્ટ્સ પણ ધીમે-ધીમે બેન કરવામાં આવશે. સતત ખોટી માહિતી મોકલનારા અને એનાથી સામાન્ય જનતાને નુકસાન પહોંચાડે એવી માહિતી હોય, તો હવે એ પ્રકારના એકાઉન્ટ્સને પણ બેન કરવામાં આવી રહ્યા છે. આથી વોટ્સએપ પર આવતાં ફોર્વર્ડ મેસેજને સતત આગળ મોકલવાનું બંધ કરવું જેથી યુઝર્સ પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખી શકે.