WhatsApp એક્શન મોડમાં: એક જ મહિનામાં બંધ કર્યા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ, ક્યારેય ન કરશો આવી ભૂલ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
WhatsApp એક્શન મોડમાં: એક જ મહિનામાં બંધ કર્યા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ, ક્યારેય ન કરશો આવી ભૂલ 1 - image


Whatsapp Banned 71 lakh Indian Accounts: વોટ્સએપે તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે.  જેમાં વોટ્સએપે 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ અને કૌભાંડો સાથે સંબંધિત છે, જ્યારે અન્ય એકાઉન્ટ્સે WhatsAppની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે.

વોટ્સએપે 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો 

આ એકાઉન્ટ્સ 1 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024 વચ્ચે બનાવવામાં આવ્યા છે. આ લોકોએ એપનો દુરુપયોગ કર્યો છે. કંપનીએ એમ પણ કહ્યું કે જો યુઝર્સ ભવિષ્યમાં કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરશે તો તેમના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

WhatsApp એડવાન્સ લર્નિંગ મશીન ફોલો કરે છે 

વોટ્સએપ શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ્સની ઓળખ કરવા માટે એડવાન્સ મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં અબજો યુઝર એકબીજાને ફોટો, વીડિયો અને ઑડિયો મેસેજ મોકલવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે

નિયમોનું ઉલ્લંઘન કરતા યુઝર્સના 10 હજાર રિપોર્ટ્સ મળ્યા

વોટ્સએપને એપ્રિલ 2024માં અલગ અલગ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા યુઝર્સના 10 હજાર રિપોર્ટ્સ મળ્યા છે. જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કંપની યુઝર્સ પર પ્રતિબંધ મુકવા માટે મજબૂત માપદંડને અનુસરે છે. 

આ કારણોસર કંપની લાદે છે પ્રતિબંધ 

વોટ્સએપ તેના પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માટે કેટલાક યુઝર્સ પર કડક કાર્યવાહી કરીને કાર્યવાહીના ભાગરૂપે તેના પર પ્રતિબંધ લાદે છે. સ્પામ, કૌભાંડ, ખોટી માહિતી અને નુકસાનકારક કન્ટેન્ટ આપવા જેવી કંપનીની નીતિનું ઉલ્લંઘન પણ આમાં સામેલ છે. જેના ઉલ્લંઘન પર કંપની પ્રતિબંધ લાદે છે. 

WhatsApp એક્શન મોડમાં: એક જ મહિનામાં બંધ કર્યા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ, ક્યારેય ન કરશો આવી ભૂલ 2 - image



Google NewsGoogle News