આઇફોનની જેમ હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ બનાવી શકશે વોટ્સએપમાંં કસ્ટમ સ્ટીકર્સ
WhatsApp Custom Sticker: વોટ્સએપમાં પહેલાં ફક્ત એપલ યુઝર માટે કસ્ટમ સ્ટીકર્સ બનાવવાની સુવિધા હતી, પરંતુ હવે એ એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એન્ડ્રોઇડ યુઝર્સે અન્ય યુઝર દ્વારા મોકલવામાં આવેલા સ્ટીકર્સને સેન્ડ કરવું પડતું હતું અથવા તો અન્ય એપ્લિકેશનમાં જઈને સ્ટીકર બનાવવા પડતાં હતા અને એને શેર કરવા પડતા હતા. જોકે હવે એ એપ્લિકેશન બદલ-બદલ કરવાની માથાકૂટમાંથી એન્ડ્રોઇડ યુઝર્સને પણ છૂટકારો મળી ગયો છે.
વોટ્સએપમાં હવે સ્ટીકર્સ માટે ઘણાં ફીચર્સ આવી રહ્યાં છે. મેટા કંપનીએ હાલમાં જ કહ્યું છે કે તેમની આગામી અપડેટમાં યુઝર્સ GIPHYનો ઉપયોગ એપ્લિકેશનમાં જ કરી શકશે અને પોતાના સ્ટીકર્સ પણ બનાવી શકશે.
આ પણ વાંચો: આઇફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે તો આ રીતે લેપટોપમાં સરળતાથી ફોટાનું બેકઅપ લઈ શકાશે...
કસ્ટમ મેકર ટૂલની મદદતી યુઝર્સ હવે પોતાના ફોટોનો ઉપયોગ પણ સ્ટીકર્સ તરીકે કરી શકશે. તેમ જ એડિટીંગ ટૂલની મદદથી જે સ્ટીકર્સ હોય એને એડિટ પણ કરી શકશે. એક વાર આ સ્ટીકર બનાવ્યા બાદ એ ઓટોમેટિક સ્ટીકર્સ સેક્શનમાં સેવ થઈ જશે જેથી યુઝર્સ એનો ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકશે.
વોટ્સએપ દ્વારા GIPHY સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ કારણસર હવે વોટ્સએપમાં જ દરેક સ્ટીકર્સ મળશે. આ માટે યુઝરે હવે ફક્ત ચેટ દરમ્યાન સ્ટીકર્સ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સ્ટીકર્સને સર્ચ કરવું હોય તો એ પણ કરી શકશે.
આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી મોંઘું મોટરહોમ, જેની કિંમત છે 21 કરોડ રૂપિયા
આ સાથે જ સ્ટીકર ઓર્ગેનાઇઝેશન ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી સ્ટીકર સેક્શનમાં સ્ટીકર પેકનું પ્રીવ્યુ પણ જોઈ શકાશે જેથી ડાઉનલોડ કરવા પહેલાં એક વાર ચેક કરી શકાય. આ સાથે જ યુઝર પોતાના સ્ટીકર્સ માટે પણ એક અલગથી સેક્શન બનાવી શકશે જેની અંદર સ્ટીકરને ટેપ કરીને મૂવ અથવા તો રીમૂવ કરી શકાશે.
યુઝર્સ મેટા એઆઈનો ઉપયોગ પણ સ્ટીકર્સ બનાવવા માટે કરી શકે છે. જોકે આ માટે ચોક્કસ ટેક્સ્ટ લખવા ખૂબ જ જરૂરી છે.