WhatsApp પર ઓછો ખર્ચ થશે ડેટા, ટ્રાન્સફર કરી શકશો મોટી ફાઇલ્સ, લોન્ચ થશે નવું ફીચર
હવે વોટ્સએપમાં મોટી સાઈઝવાળા ફોટોઝ અને વીડિયોને ટ્રાન્સફર કરવામાં બહુ જ ઓછો સમય લાગશે
Image Envato |
દેશ- વિદેશમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી એપ વોટ્સએપમાં સમયાંતરે શાનદાર ફીચર સાથે નવા અપડેટ આપવામાં આવે છે. તાજેતરમાં વોટ્સએપ દ્વારા નવુ ફીચર લાવવામાં આવ્યું છે, જેમા વોટ્સએપમાં મોટી સાઈઝવાળા ફોટોઝ અને વીડિયોને ટ્રાન્સફર કરવામાં બહુ જ ઓછો સમય લાગશે. આ સાથે ડેટાનો વપરાશ પણ ઓછો થશે. આ એન્ડ્રોઈડ જેવુ એક ફીચર છે, જેને Nearby Share નામથી ઓળખવામાં આવે છે. આમા ડેટાની જગ્યાએ જો બે ડિવાઈસ નજીક - નજીક હોય તો તેમા ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે.
ડેટા અને સમય બંનેમાં થશે સમયની બચત
રિપોર્ટ પ્રમાણે આ અપકમિંગ ફાઇલ શેરિંગ ફીચર હાલમાં WhatsApp Beta Android 2.24.2.17 અપડેટમાં ઉપલબ્ધ છે. જેમા વોટ્સએપ પર ફાઈલ શેર કરવા અને રિસીવ કરવા માટે એક અલગથી ઓપ્શન હશે. તેમા સૌથી પહેલા તમારે ફાઈલ ટ્રાન્સફર રિક્વેસ્ટ જનરેટ કરવાની રહેશે. જેને કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ કોઈ યૂઝર્સને મોકલવાની રહેશે. ત્યાર બાદ તે યૂઝર્સને Request accept કરવાની રહેશે. ટેક્સ મેસેજ અને કોલની જેમ વોટ્સએપ ફાઈલ ટ્રાન્સફર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ નથી, તો તેને પણ આ નવા ફીચરની મદદથી ફાઇલ ટ્રાન્સફર કરી શકાશે. તેના માટે તમારે કોઈ અજાણ્યા વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર સેવ કરવાની જરુર નહી પડે.