Get The App

વોટ્સએપનું નવું ફીચર: વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશનમાં પણ હવે સેવ કરી શકાશે કોન્ટેક્ટ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
વોટ્સએપનું નવું ફીચર: વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશનમાં પણ હવે સેવ કરી શકાશે કોન્ટેક્ટ 1 - image


WhatsApp New Contact Save Feature: વોટ્સએપ યુઝર્સ હવે વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશનમાં પણ કોન્ટેક્ટને મેનેજ કરી શકશે. વોટ્સએપ દ્વારા હાલમાં જ કોન્ટેક્ટ મેનેજ ફીચર એડ કરવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા તેની દરેક સર્વિસને વધુ સરળ બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હવે વોટ્સએપને એક કરતાં વધુ જગ્યાએ ઉપયોગ કરનારા યુઝર્સ માટે આ સારી ખબર છે. પહેલાં આ યુઝર્સને ઘણી તકલીફ પડતી હતી. વેબ અથવા વિન્ડોઝ ઍપ્લિકેશન પર વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા હોય તો પણ મોબાઇલની જરૂર પડતી હતી, પણ હવે એવું નથી રહ્યું.

કોન્ટેક્ટ મેનેજ

વોટ્સએપને વધુ સરળ બનાવવા માટે કંપનીએ કોન્ટેક્ટ મેનેજ ફીચર રજૂ કર્યું છે. અત્યાર સુધી કોન્ટેક્ટને એડ કરવા માટે મોબાઇલની જરૂર પડતી હતી. જો કે હવે વોટ્સએપ વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશન બન્ને પરથી પણ કોન્ટેક્ટ સેવ કરી શકાશે. આ ફીચર બહુ જલદી રિલીઝ કરવામાં આવશે. એક કરતાં વધુ ડિવાઇસ પર વોટ્સએપનો ઉપયોગ કરનારા માટે આ એક ખૂબ જ સારું ફીચર છે.

વોટ્સએપનું નવું ફીચર: વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશનમાં પણ હવે સેવ કરી શકાશે કોન્ટેક્ટ 2 - image

વોટ્સએપમાં કોન્ટેક્ટ સેવ

દરેક પ્લેટફૉર્મ પરથી નંબર સેવ કરવાની સાથે જ એક નવી સુવિધા પૂરી પાડી છે. વોટ્સએપ કોન્ટેક્ટને સેવ કરવા માટે હવે મોબાઇલમાં નંબર સેવ કરવાની જરૂર નથી. વોટ્સએપ કોન્ટેક્ટને હવે વોટ્સએપમાં જ સેવ કરી શકાશે. એક સાથે વધુ ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા માટે આ એક ખૂબ જ સારું ફીચર છે. આ ફીચરની મદદથી કોઈ પણ પ્લેટફૉર્મ પર નંબર સેવ કરેલો હોય તો તે દરેક વોટ્સએપના વર્ઝનમાં દેખાશે. આ સાથે જ એક ફાયદો એ પણ છે કે જો મોબાઇલના બધા કોન્ટેક્ટ ડિલીટ થઈ ગયા હોય તો પણ વોટ્સએપમાં એ દેખાશે. આથી હવે કોન્ટેક્ટ ખોવાના ચાન્સ ઝીરો થઈ જશે.

આ પણ વાંચો: એપલ iPhone 17: કેમેરા સિસ્ટમથી ફેસ આઇડી સુધી જોવા મળશે પાંચ મોટા બદલાવ

યુઝરનેમ

વોટ્સએપ દ્વારા અગાઉ ખૂબ સમય પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે હવે વોટ્સએપનું પણ યુઝરનેમ હશે. આથી નંબર પણ શેર કરવાની જરૂર નહીં પડે. આ ફીચરની મદદથી યુઝરની પ્રાઇવસીને વધુ ધ્યાનમાં રાખવામાં આવશે. જો કે, આ ફીચર ક્યારે રિલીઝ કરવામાં આવશે તે માટે રાહ જોવી પડશે.


Google NewsGoogle News