વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઈ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઈ 1 - image


વોટ્સએપમાં ગ્રૂપ્સ એક ઉપયોગી સુવિધા છે. આપણે આખા ફેમિલીના તમામ સભ્યો સાથે સંપર્કમાં રહેવા માટે કાયમી ગ્રૂપ બનાવી શકીએ અને ફેમિલી ગેટ-ટુગેધર કે કોઈ ફેમિલી ટુર કે સરપ્રાઇઝ પાર્ટી જેવી ઇવેન્ટ માટે થોડા સમય માટે કામચલાઉ ગ્રૂ પણ બનાવી શકીએ. 

આ બધા સિવાય પણ જુદા જુદા ઘણા હેતુઓ માટે વોટ્સએપમાં ગ્રૂપ બનાવવામાં આવતાં હોય છે અને તેમાં અન્ય લોકોને ઉમેરવામાં આવતા હોય છે. તકલીફ એ છે કે આ બધા ગ્રૂપનો ઈરાદો સારો જ હોય એવું જરૂરી નથી. વાત ફક્ત બિઝનેસ પ્રમોશન માટે ઊભા કરાતા ગ્રૂપની નથી. ક્યારેક અન્ય લોકોને ભેરવી દેવાના ઇરાદાથી પણ ગ્રૂપ બનાવવામાં આવતાં હોય છે!

સારી વાત એ છે કે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે, જેને કારણે આપણને કોઈ નવા ગ્રૂપમાં ઉમેરવામાં આવે અને એ ગ્રૂપ આપણે માટે અજાણી વ્યક્તિએ બનાવ્યું હોય ત્યારે વોટ્સએપની સિસ્ટમ આપણને એક કોન્ટેક્ટ્સ કાર્ડ બતાવશે. જેમાં એ ગ્રૂપ કોણે ક્રિએટ કર્યું છે, ક્યારે ક્રિએટ કરવામાં આવ્યું તેની વિગતો સાથે ગ્રૂપનું ડિસ્ક્રિપ્શન પણ બતાવવામાં આવશે. મતલબ કે આપણને જેમાં જોડવામાં આવ્યા હોય એ ગ્રૂપ સંંબંધિત, જાણવી જરૂરી બધી માહિતી એક સાથે પહેલેથી જ મળી જશે.

આ માહિતીને આધારે આપણે સહેલાઈથી નક્કી કરી શકીશું કે એ ગ્રૂપમાં જોડાયેલા રહેવું કે પછી તેમાંથી તાબડતોબ બહાર નીકળી જવું. આ કાર્ડમાં જ ગ્રૂપમાંથી એક્ઝિટ થવાનું બટન પણ સામેલ રહેશે. એટલે આપણા નિર્ણયનો અમલ સહેલો બનશે.

તમે એ પણ જાણતા જ હશો કે વોટ્સએપમાં પ્રાઇવસીમાં  એવું પણ સેટિંગ છે, જેને ઓન કરીએ તો અન્ય વ્યક્તિઓ આપણી સંમતિ વિના કોઈ ગ્રૂપમાં આપણને ઉમેરી શકતી નથી. પહેલાં આપણને ઇન્વાઇટ મળે અને પછી જ આપણે ગ્રૂપમાં જોડાઈએ એવું સેટિંગ કરી શકાય છે.


Google NewsGoogle News