આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું વંચાયું?, ' ટોપ સર્ચમાં ક્રિકેટ વર્લ્ડ કપ, જવાન અને પઠાણ પણ સામેલ

ચેટ જીપીટીને એક વર્ષ પુરુ થવા આવ્યું છે ત્યારે લોકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો છે

ચેટ જીપીટીનો ઉપયોગ કરનારની સંખ્યા સો મિલિયનથી વધારે થઈ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું વંચાયું?, ' ટોપ સર્ચમાં ક્રિકેટ વર્લ્ડ કપ, જવાન અને પઠાણ પણ સામેલ 1 - image
Image Wikipedia

તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર

ચેટ જીપીટી અને ક્રિકેટથી લઈને બાર્બી અને બોલીવુડ સુધી આ વર્ષે વિકિપીડિયા પર 25થી વધારે વંચાયેલ આર્ટિકલ્સ વિશે આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. દુનિયાભરના લોકોના મનમાં ઘણા બધા સવાલો ઉભા થતા રહે છે. આ સવાલોના જવાબો માટે લોકો વિકિપીડિયાનો સહારો લેતા હોય છે. વિકિપીડિયાની મેજબાની કરનારી નોન પ્રોફિટેબલ સંસ્થા વિકિમીડિયા ફાઉન્ડેશનના આંકડા પ્રમાણે માત્ર આ વર્ષમાં અંગ્રેજી વિકિપીડિયા પર 84 બિલિયનથી વધારે વખત જોવામાં આવ્યું છે.

આ વર્ષે સૌથી વધારે વંચાયેલા આર્ટિકલ

વર્ષ 2023માં સૌથી વધારે વખત સર્ચ કરવામાં આવેલ વિકિપીડિયા આર્ટિકલનું વિવરણ આ પ્રમાણે છે. 

1.  ચેટ જીપીટી 49,490,406 પેજ વ્યુ

2.  2023માં મૃત્યુ   42,666,860

3.  2023 ક્રિકેટ વર્લ્ડ કપ 38,171,653

4.  ઈન્ડિયન પ્રીમિયર લીગ  32,012, 810

5.  ઓપન હાઈમર (ફિલ્મ) 28,348,248

ચેટ જીપીટી અંગ્રેજી વિકિપીડિયાનો આ વર્ષમાં સૌથી લોકપ્રિય લેખ છે. તેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા. ચેટ જીપીટીને એક વર્ષ પુરુ થવા આવ્યું છે ત્યારે લોકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેનો ઉપયોગ કરનારની સંખ્યા સો મિલિયનથી વધારે થઈ ગઈ છે, અને દુનિયા ભરમાં તે સતત ચર્ચામાં આવી ગયુ છે. ભારતીય યુજર્સને જાણીને આનંદ થશે કે આ વર્ષે વિકિપીડિયા પર સૌથી વધારે વંચાયેલ આર્ટિકલમાં જવાન, પઠાન,આઈપીએલ પણ સામેલ છે. 

આખરે શું છે ચેટ જીપીટી

Chat GPT એક સોફ્ટવેર છે. તેનું પુરુ નામ  Generative Pretrained Transformer છે. આ એક સોફ્ટવેર છે, તમે તેને આધુનિક NMS (Neural network based machine learning model) પણ કહી શકો છો. આ સોફ્ટવેર તમને ગુગલની જેમ રીયલ ટાઈમ સર્ચ તો આપે જ છે, પરંતુ તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ ખૂબ જ સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં આપે છે. તેને કમાન્ડ આપી કામ કરાવી શકો છો, પછી તે ગમે તે વિષય હોય, તે તમને દરેક વિષય પરના જવાબ લખીને આપે છે. આ રીતે તે લોકોમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.

જોરદાર સ્પીડમાં કરે છે કામ ચેટ જીપીટી

જો તમે તેને કોઈ કન્ટેન્ટ માટે ડિમાન્ડ કરો છો તો તે ખૂબ જ ટુંકા સમયમાં તમને જવાબ આપે છે. એટલે કે તમે જે સવાલ પુછો છો તેના પર તરત જ લખવા માંડે છે. 

માણસની જેમ વિચારીને સમજદારીપુર્વક આપે છે જવાબ

જો તમે હેરાન થઈ રહ્યા હોવ અને તમને કોઈ ખ્યાલ નથી આવતો, તો તમે આ વાત ચેટ જીપીટીને કહો તો તે તમને માણસની જેમ સમજાવશે અને તમને શાંત રહેવાની સલાહ આપશે. આટલુ જ નહીં ચેટ જીપીટી તમારી સમસ્યાનું સમાધાન પણ કરશે.



Google NewsGoogle News