Get The App

શિયાળામાં ગરમી માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ? હીટેડ મેટ્રેસ, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ અથવા પોર્ટેબલ હીટર

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
શિયાળામાં ગરમી માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ? હીટેડ મેટ્રેસ, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ અથવા પોર્ટેબલ હીટર 1 - image


How to Make Yourself Warm in Winter: શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને આ વર્ષે ઠંડી પણ ઘણી પડી રહી છે. કચ્છ હોય કે નવસારી જિલ્લો, ઠંડી ઘણી પડી રહી છે. આ ઠંડીથી બચવા માટે લોકો જેકેટ અને સ્વેટરની સાથે ઘણાં નુસખા અપનાવે છે. ગામડાઓમાં અને નાના શહેરોમાં લોકો તાપણું કરીને પણ ઠંડી સામે રક્ષણ મેળવે છે. જોકે ફ્લેટમાં રહેતાં લોકો માટે વિક્લ્પો ઓછા છે. આ માટે તેઓ હીટેડ મેટ્રેસ, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ અને પોર્ટેબલ હીટરનો ઉપયોગ કરી શકે છે. જો કે, એમાંથી કોના માટે કયો વિકલ્પ સારો એ જોઈએ.

હીટેડ મેટ્રેસ

ફાયદા: હીટેડ મેટ્રેસ દરેક જગ્યાએ એકસરખું ગરમ રહે છે. એના કારણે બેડ પર કોઈ પણ જગ્યા ઠંડી નહીં રહે. આ સાથે જ હીટેડ મેટ્રેસ ગાદલા સાથે એકદમ ફિટ થઈ જાય છે અને ઉંઘવામાં પણ કોમ્ફર્ટેબલ હોય છે. લેટેસ્ટ ટૅક્નોલૉજીના મેટ્રેસમાં સેફ્ટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઓટો શટ-ઓફનો સમાવેશ થાય છે, ચોક્કસ ટેમ્પરેચર પર પહોંચ્યા બાદ એ બંધ થઈ જાય છે. આ સાથે જ ઓવરહીટિંગ પ્રોટેક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેટ્રેસનો ઉપયોગ કરવા માટે પ્લગ-ઇન કરવાનો રહે છે અને ફક્ત ટેમ્પરેચર સેટ કરવું રહે છે.

ગેરફાયદા: હીટેડ મેટ્રેસ પ્રમાણમાં મોંઘા હોય છે. આ સાથે જ એને બેડ પર બરાબર મૂકવાની જરૂર પડે છે. દરેકને બેડ પર એ ગોઠવવાનું પસંદ ન હોય એવું પણ બની શકે છે. હીટેડ મેટ્રેસ પોર્ટેબલ નથી હોતા. ઇલેક્ટ્રિક મેટ્રેસ અને પોર્ટેબલ હીટર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી લઈ જઈ શકાય છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું AI એડિટીંગ ટૂલ્સ: બેકગ્રાઉન્ડની સાથે કપડાં પણ બદલી શકાશે, પરંતુ યુઝર્સે આપી મિશ્ર પ્રતિક્રિયા

ઇલેક્ટ્રિક બ્લેન્કેટ

ફાયદા: ઇલેક્ટ્રિક બ્લેન્કેટ ખૂબ જ જલદી ગરમ થાય છે અને એના કારણે વ્યક્તિને જલદી હૂંફ મળે છે. મોટા ભાગના બ્લેન્કેટ હીટિંગ સેટિંગ્સ સાથે આવે છે. લેટેસ્ટ બ્લેન્કેટમાં બન્ને સાઇડના વ્યક્તિ માટે અલગ-અલગ હીટિંગ સેટિંગ્સ હોય છે. એનો ઉપયોગ ન કરવો હોય ત્યારે એને ફોલ્ડ કરીને સાઇડ પર મૂકી શકાય છે, જ્યારે હીટેડ મેટ્રેસને રોજે-રોજ ફોલ્ડ કરી શકાતી નથી. હીટેડ મેટ્રેસ કરતાં એ પ્રમાણમાં સસ્તી હોય છે.

ગેરફાયદા: ઇલેક્ટ્રિક બ્લેન્કેટમાં સૌથી મોટો ગેરફાયદો ઓવરહિટીંગનો છે. એમાં ઇલેક્ટ્રિક શોક લાગવાના ચાન્સ પણ છે અને બરાબર ઉપયોગ કરવામાં ન આવ્યો તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે. બ્લેન્કેટને ગરમ કરવા માટે તેમાં વાયર આપવામાં આવ્યા છે અને એનાથી એ થોડું અનકમ્ફર્ટેબલ લાગે એવું બની શકે છે. એને ખૂબ જ સાચવીને રાખવું પડે છે. બ્લેન્કેટની અંદરના વાયરને નુક્સાન ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. જો વાયરને નુક્સાન થયું હોય તો દુર્ઘટના થઈ શકે છે.

શિયાળામાં ગરમી માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ? હીટેડ મેટ્રેસ, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ અથવા પોર્ટેબલ હીટર 2 - image

પોર્ટેબલ હીટર

ફાયદા: પોર્ટેબલ હીટરને એક રૂમથી અલગ-અલગ રૂમમાં પણ લઈ જઈ શકાય છે. હીટેડ મેટ્રેસ અને ઇલેક્ટ્રિક બ્લેન્કેટનો મલ્ટીપલ જગ્યાએ ઉપયોગ થોડો મુશ્કેલ છે, પણ પોર્ટેબલ હીટરને રૂમમાં, હોલમાં અને કિચનમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ ડિવાઇસમાંથી ગરમી ખૂબ જ સ્ટ્રોન્ગ આવતી હોવાથી એ મોટી જગ્યા માટે પણ સારી છે. આ સાથે જ એ એટલું પોર્ટેબલ છે કે એને આરામથી ખસેડી શકાય છે.

ગેરફાયદા: વધુ લાંબા સમય સુધી ચાલુ રાખી મૂક્યો હોય અને આસપાસમાં સરળતાથી સળગી શકે એવી વસ્તુ હોય તો આગ લાગી શકે છે. ઇલેક્ટ્રિક બ્લેન્કેટ અને હીટેડ મેટ્રેસ કરતાં વધુ એનર્જીનો ઉપયોગ કરે છે. કેટલાક પોર્ટેબલ હીટર્સ અવાજ પણ કરે છે અને એને કારણે ઊંઘ બગડી શકે છે.

એકસરખી ગરમી અને કોમ્ફર્ટ જોતાં હીટેડ મેટ્રેસ સારો ઓપ્શન છે. પરંતુ ઇન્સ્ટન્ટ ગરમી જોઈતી હોય અને પોર્ટેબિલિટીને મહત્ત્વ આપતા હો તો ઇલેક્ટ્રિક બ્લેન્કેટ સારી પસંદગી છે. મોટી જગ્યા હોય અથવા તો એક રૂમની સાથે અન્ય જગ્યાએ પણ ઉપયોગ કરવું હોય તો પોર્ટેબલ હીટર શ્રેષ્ઠ છે.


Google NewsGoogle News