કેટલા પર ચલાવવું જોઈએ AC? સરકારે આપેલી સલાહ જાણીને ચોંકી જશો, મોટા ભાગના લોકો કરે છે ભૂલ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
કેટલા પર ચલાવવું જોઈએ AC? સરકારે આપેલી સલાહ જાણીને ચોંકી જશો, મોટા ભાગના લોકો કરે છે ભૂલ 1 - image
Image Envato 

Ideal Temperature of AC: હાલમાં ગુજરાત, દિલ્હી- એનઆરસી સહિત ભારતભરમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી પડી રહી છે, જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભયંકર ગરમીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારે રાહત મેળવી રહ્યા છે, જેમાં મોટા ભાગના લોકો એસીનો ઉપયોગ કરે છે. 

કેટલા પર ચલાવવું જોઈએ AC?

AC નો ઉપયોગ કરતાં લોકોમાં આ સવાલ ઘણીવાર ઉઠતો હોય છે, કે એસીને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ. જેના પર ઊર્જા મંત્રાલયના નિષ્ણાતોએ ખાસ પ્રકારની માહિતી આપી છે.

26  ડિગ્રી પર ચલાવો AC 

ઊર્જા મંત્રાલયના નિષ્ણાતોના કહેવા પ્રમાણે  ACને હંમેશા 26 ડિગ્રી અથવા તેનાથી વધુ ડિગ્રી પર ચલાવવું જોઈએ. આ સાથે તમે ઈચ્છો તો પંખો પણ ચલાવી શકો છો.

સમજદારીપૂર્વક કરો ઉપયોગ 

એનર્જી કન્ઝર્વેશન બ્યુરોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ખાસ રીતે આપવામાં આવેલી ઉપયોગી માહિતી મુજબ, ACનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરી શકાય છે.

AC ચલાવવાની યોગ્ય પ્રક્રિયા  

હાલ ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર છે, તેથી દરેક લોકો દરરોજ એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં AC ચલાવવાની યોગ્ય પ્રક્રિયાને અનુસરવી જરુરી છે. 

આવી ભૂલ ના કરશો

હકીકતમાં ઘણા લોકોની આદત હોય છે કે, ACને 22-20 ટેમ્પરેચર પર ચલાવવું અને ઠંડી લાગે ત્યારે પોતાને ધાબળો ઓઢવાની આદત હોય છે. આનાથી વીજળીનો પણ વપરાશ વધારે થાય છે અને તેના કારણે બિલ પણ વધારે આવે છે. ત્યાર પછી લાંબા સમય પછી શરીરને નુકસાન થઈ શકે છે. 

AC વધારે વીજળી ખર્ચે  છે

એસી જેટલા વધારે ટેમ્પરેચર પર ચાલે છે, તેટલી ઓછી વીજળી વાપરે છે. એટલે 16-18 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવાથી વીજળી વધુ વપરાય છે, જ્યારે 25-26 ડિગ્રી સેલ્સિયસ પર ઓછી વીજળી વપરાય છે.

AC સાથે પંખો ચલાવવો

જો AC સાથે પંખાને ધીમી ગતિએ ચલાવવામાં આવે તો તે સારી ઠંડક આપશે.  26 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સાથે પંખો પણ ચલાવી શકાય છે. 

રેંટિંગનું ધ્યાન રાખો 

AC ખરીદતા પહેલા હંમેશા તેના પર મળતાં BEE રેટિંગનું ધ્યાનમાં રાખો. હંમેશા 5 સ્ટાર ACને પ્રાથમિકતા આપો.  


Google NewsGoogle News