અવકાશમાં પૃથ્વીથી 11 ગણી મોટી રહસ્મય વસ્તુ દેખાઈ, વૈજ્ઞાનિકો પણ હેરાન

આ વસ્તુને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા 'JuMBOs' નામ આપવામાં આવ્યું

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
અવકાશમાં પૃથ્વીથી 11 ગણી મોટી રહસ્મય વસ્તુ દેખાઈ, વૈજ્ઞાનિકો પણ હેરાન 1 - image


James Webb telescope makes 'JuMBO' discovery : આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી આપણે અજાણ છીએ.  જોકે, દિવસેને દિવસે વૈજ્ઞાનિકો દ્વારા અવકાશમાં અવનવી વસ્તુઓની શોધ થતી રહે છે. એવામાં હાલ અવકાશમાં એક એવી વસ્તુ તરતી છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ 'અજાયબી' ગ્રહનું કદમાં આપણી પૃથ્વી કરતાં લગભગ 11 ગણું મોટું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે સૂર્યમંડળના સૌથી મોટો ગ્રહ ગુરુ જેટલું મોટું કદ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી હતી. તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા 'JuMBOs' નામ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકો જેમ્સ ટેલિસ્કોપ (The James Webb Space Telescope) દ્વારા ઓરિઅન નેબ્યુલાનું સર્વે કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને આ અજાયબી જોવા મળી.

આ રહસ્મય વસ્તુને લઈ ESA આપી બે થિયરી 

યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ આ વિચિત્ર ગ્રહને લઈને બે અલગ-અલગ થિયરી આપી છે. ESA અનુસાર, સૌપ્રથમ તો શક્ય છે કે આ વિશાળ પદાર્થ એવી જગ્યાએ વિકસિત થયો હોય જ્યાં તારા માટે પૂરતું વાતાવરણ ન હોય. ઉપરાંત અન્ય થિયરી મુજબ તે ગ્રહ પણ હોઈ શકે છે અને ગુરુત્વાકર્ષણની ક્રિયાપ્રતિક્રિયાઓને કારણે, તારાઓ વિખેરાઈને  દૂર ખસી ગયો હોય શકે છે.

  અવકાશમાં પૃથ્વીથી 11 ગણી મોટી રહસ્મય વસ્તુ દેખાઈ, વૈજ્ઞાનિકો પણ હેરાન 2 - image

ESAએ શું કહ્યું?

યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનીકે એક વાતચીતમાં આપેલ જાણકારી અનુસાર, બીજી થિયરી કે જેને ગ્રહનું તારણ આપ્યું છે તે વધુ તર્કને અનુરૂપ લાગે છે. આ અજાયબી એક ગ્રહ છે અને તેના તારાથી અલગ થઈ ગયો છે. જો કે, અમૂક વૈજ્ઞાનિકોનું તો એમ પણ માનવું છે કે, ગુરુ જેટલો મોટો પદાર્થ પોતાની મેળે બને તે શક્ય નથી. હાલમાં, આ અજાયબી વિશે વધુ તથ્યોની શોધખોળ ચાલી રહી છે.



Google NewsGoogle News