વેબસાઈટની આગવી ઓળખ ઉભી કરતા ટચૂકડા 'ફેવિકોન' શું છે ?

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વેબસાઈટની આગવી ઓળખ ઉભી કરતા ટચૂકડા 'ફેવિકોન' શું છે ? 1 - image


મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે બ્રાઉઝરમાં એક પછી એક ધડાધડ નવી ટેબ ઓપન કરતા જઇએ અને દરેક વખતે આપણું બધું ધ્યાન નવા ખૂલતા વેબપેજમાંના કન્ટેન્ટ પર હોય. આપણે એક ટેબમાંથી બીજી ટેબમાં જઇએ ત્યારે એ ટેબના ટાઇટલ પર આપણી નજર પડે ખરી, એ સાથે ટેબમાં ટાઇટલ પહેલાં ડાબી તરફ જોવા મળતી ટચૂકડી ઇમેજ પર આપણી કદાચ નજર પડે તો પણ આપણે તેના તરફ ધ્યાન ન આપીએ. એ જ છે ‘ફેવિકોન (ફેવરિટ આઇકન)’.

ફેવિકોન ફક્ત ૧૬ બાય ૧૬ પિકસેલની ટચૂકડી ઇમેજ કે આઇકોન હોય છે, જે નાની હોવા છતાં કોઈ પણ વેબસાઇટના બ્રાન્ડિંગમાં મોટી ભૂમિકા ભજવે છે.

વાસ્તવમાં જ્યારે આપણે સંખ્યાબંધ ટેબ ઓપન કરી હોય ત્યારે ટેબમાં લખેલા વેબપેજના ટાઇટલ કરતાં પણ ફેવિકોન આપણું વધુ ધ્યાન ખેંચે છે. આપણે વારંવાર કોઈ વેબસાઇટ ઓપન કરતા હોઇએ ત્યારે તેના ફેવિકોનની આપણા મન પર ખરેખર અમીટ છાપ અંકાઈ જતી હોય છે. ધીમે ધીમે એવું બને કે આપણે ફેવિકોન જોઇને એ વેબસાઇટ ઓળખી જઇએ.

આ ફેવિકોન ટેબ ઉપરાંત બુકમાર્ક, ટૂલબાર, હિસ્ટ્રીનાં રિઝલ્ટ, સર્ચ રીઝલ્ટ પેજ વગેરે બધી જગ્યાએ જોવા મળી શકે છે.

મોટા ભાગે કંપનીઓ તેના લોગો કે તેના અમુક ભાગમાંથી જ ફેવિકોન તૈયાર કરે છે. ફેવિકોનની સાઇઝ નાની હોવાથી તેની ડિઝાઇન જેટલી સિમ્પલ એટલી તે વધુ અસરકારક બની શકે.


Google NewsGoogle News