Get The App

માઈક્રોસોફટ 365 અને વનડ્રાઈવમાં શો તફાવત છે ?

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
માઈક્રોસોફટ 365 અને વનડ્રાઈવમાં શો તફાવત છે ? 1 - image


ઓફિસના કામકાજ માટે માઇક્રોસોફ્ટના જુદા જુદા પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા ઘણા લોકોને હજી પણ કંપનીના ખાસ પોપ્યુલર વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટથી વિશેષ, અન્ય પ્રોગ્રામ્સ વિશે ખાસ જાણકારી હોતી નથી અથવા કહો કે ગૂંચવણો હોય છે - જેમ કે માઇક્રોસોફ્ટ ૩૬૫ અને માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ વચ્ચેની ગૂંચવણ.

માઇક્રોસોફ્ટ ૩૬૫ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ પ્રોગ્રામ્સનું કલેકશન છે. જ્યારે માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ એ આપણા કામકાજની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરવા માટેની સર્વિસ છે. એક રીતે જોઇએ તો માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ એ માઇક્રોસોફ્ટ ૩૬૫નો જ એક ભાગ છે. માઇક્રોસોફ્ટ ૩૬૫માં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા પોપ્યુલર ઓફિસ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. આપણે ઓફિસ.કોમ વેબસાઇટ પર જઇને, ફ્રી માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ખોલાવીને  આ પ્રોગ્રામ્સનો ઓનલાઇન મફત ઉપયોગ કરી શકીએ છીએ. ફ્રી એકાઉન્ટમાં પાંચ જીબી સ્ટોરેજની સગવડ મળે છે. આપણે પોતાના લેપટોપ અને સ્માર્ટફોનમાં વનડ્રાઇવ ફોલ્ડર અથવા એપમાં આ ફ્રી પાંચ જીબી સ્ટોરેજનો લાભ લઈ શકીએ છીએ.

બીજી તરફ જો આપણે માઇક્રોસોફ્ટ ૩૬૫માં વિવિધ પ્લાનમાંથી કોઈ પણ પ્લાન ખરીદીએ તો આપણે પોતાના કમ્પ્યૂટરમાં માઇક્રોસોફ્ટના, વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને તેના લેટેસ્ટ વર્ઝનનો ઓફલાઇન પણ ઉપયોગ કરી શકીએ છીએ. આવા પેઇડ પ્રોગ્રામમાં આપણને એક ટીબી કે તેથી વધુ સ્ટોરેજની સગવડ મળે છે.

આમ સારાંશમાં એમ કહી શકાય કે માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ ફક્ત વિવિધ પ્રકારની ફાઇલ ક્લાઉડમાં સ્ટોર કરવાની સગવડ આપે છે. જ્યારે માઇક્રોસોફ્ટ ૩૬૫માં સ્ટોરેજ ઉપરાંત વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સનો પણ લાભ મળે છે. 


Google NewsGoogle News