Get The App

'ડાઉનલોડિંગ ' અને 'સ્ટ્રીમિંગ' બંનેમાં આખરે ફેર શું છે ?

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
'ડાઉનલોડિંગ ' અને 'સ્ટ્રીમિંગ' બંનેમાં આખરે ફેર શું છે ? 1 - image


ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સના યુગમાં બે શબ્દો આપણે અવારનવાર સાંભળીએ (કે જોઈએ!) છીએ - ‘ડાઉનલોડિંગ’ અને ‘સ્ટ્રીમિંગ. બંનેમાં ફેર શું?

તમને ફક્ત જે તે કન્ટેન્ટ જોવામાં રસ હોય તો તે ડાઉનલોડ થાય કે સ્ટ્રીમ થાય - આપણને લગભગ કોઈ ફેર પડતો નથી. પરંતુ થોડું વધુ જાણવું હોય તો કહી શકાય કે બંનેનું પરિણામ એક સરખું હોવા છતાં, પદ્ધતિ અલગ અલગ છે.

અગાઉ વીડિયો જેવી ફાઇલ જોવા માટે ડાઉનલોડિંગ એ જ ઉપાય હતો. જે તે મીડિયા ફાઇલ આપણા ડિવાઇસમાં આખેઆખી ડાઉનલોડ થાય અને પછી આપણે તેને પ્લે કરી શકીએ. ફાઇલ ડાઉનલોડ થઈ ગયા પછી ઇન્ટરનેટ કનેક્શનની કોઈ જરૂર નહીં. તેમાં મીિડયાની ક્વોલિટી પણ, ફાઇલ જે ક્વોલિટીમાં ડાઉનલોડ થઈ હોય એ જ ક્વોલિટીમાં એકધારી જોઈ શકાય.

બીજા શબ્દોમાં ડાઉનલોડ પ્રક્રિયાને આપણે વરસાદી પાણીથી ભરાયેલા તળાવ સાથે સરખાવી શકીએ. તળાવમાં પાણી હોય તો મન થાય ત્યારે ઉલેચી શકાય!

પરંતુ ટેક્નોલોજી વિકસતાં, તળાવ ભરાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર ન રહીં. ‘સ્ટ્રીમિંગ’ પદ્ધતિમાં સર્વર પર સ્ટોર થયેલી મીડિયા ફાઇલ આપણા ડિવાઇસમાં નાના નાના પેક્ટ્સ સ્વરૂપે, સેકન્ડ-દર-સેકન્ડ વહેતી રહે છે - રીતસર સ્ટ્રીમ એટલે ઝરણાની જેમ. આપણે એ વહેતા ઝરણાનો લાભ લઈ શકીએ.

આ પદ્ધતિમાં આખી ફાઇલ આપણા ડિવાઇસમાં સેવ થતી નથી. આથી તેને લાઇવ, નેટ કનેક્શન સાથે જોવી પડે. આથી નેટ કનેક્શનની ઝડપની અસર, મીડિયાની ક્વોલિટી પર પણ થાય. આ ‘ઝરણાનું પાણી’ વહી જતું હોવાથી, આપણે એ કન્ટેન્ટ પાછળથી, ઓફલાઇન હોઈએ ત્યારે જોઈ શકીએ નહીં!


Google NewsGoogle News