ફોનમાં 'સ્ક્રીન ઓવરલે ડીટેક્ટેડ ' તકલીફનો ઇલાજ શું ?
- ík{khk VkuLkLkk M¢eLk Ãkh rðrðÄ yuÃMkLke WÃkh, íkuLkku ¼køk Lk nkuÞ yuðwt fkuE LkkLkk ^÷ku®xøk çkxLk suðwt ftEf Lkze hÌkwt Au?
તમે વોટ્સએપમાં કોઈ વીડિયો પ્લે કરો અને એ વીડિયો એક નાની વિન્ડોમાં પ્લે થાય
ત્યારે એ વિન્ડો વોટ્સએપના લેયરની ઉપર દેખાતી હોય છે. આ થયું એક પ્રકારનું સ્ક્રીન ઓવરલે ફીચર. ફોનના સ્ક્રીન પર બીજી
બાબતો દેખાઈ રહી હોય, ત્યારે તેના લેયરની ઉપર, નવા લેયરમાં બીજું કંઈ પણ દેખાય, એ સ્ક્રીન ઓવરલે ફીચરને કારણે દેખાય. વોટ્સએપ
કે તેના જેવી અન્ય એપમાં આ કામની વાત છે. તમે કોઈ સારી ટુ-ડુ લિસ્ટ એપનો ઉપયોગ
કરતા હો તો તેમાં ફટાફટ નોટ ઉમેરવા માટે,
સ્ક્રીન એક ટચૂકડું
બટન તરતું મૂકી શકાતું હોય છએ. ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ એપનો ઉપયોગ કરતા હો તો તેમાં
પણ,રેકોર્ડિંગ ઓન-ઓફ કરવા માટે ફ્લોટિંગ ઓપ્શન્સનું બટન સ્ક્રીન પર ઓવરલે તરીકે
ઉમેરાતું હોય છે. આવી બધી એપમાં સ્ક્રીન ઓવરલે કામની, ઉપયોગી વાત છે, પણ ઘણી વાર તે નડતર રૂપ બને.
ખાસ કરીને, કઈ એપને કારણે આવું સ્ક્રીન ઓવરલે ફીચર એક્ટિવેટ થયું છે તે
આપણને ખબર ન પડે ત્યારે!
જેમ કે, આ સાથે આપેલા સ્ક્રીનશોટ મુજબ
ઘણી વાર તમે સ્માર્ટફોનમાં કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરીને પહેલી વાર ચાલુ કરવાનો
પ્રયાસ કરો ત્યારે એપ વિવિધ મંજૂરીઓ માગે તેમાં વચ્ચે, સ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ એવી નોટિસ ટપકી પડે છે.
આ નોટિસમાં સ્ક્રીન ઓવરલે શું છે એની કોઈ સ્પષ્ટતા હોતી નથી. ફક્ત એટલું
લખ્યું હોય છે કે આ પરમિશન સેટિંગ બદલવા માટે, પહેલાં તમારે સેટિંગ્સમાં, એપમાં જઈને સ્ક્રીન ઓવરલે
ટર્ન ઓફ કરવાનું રહેશે. એ સાથે સેટિંગ્સ ઓપન કરવાની લિંક આપી હોય. આપણે સેટિંગ્સ
તો ઓપન કરીએ, પણ પછી શું કરવું તેની સમજ
પડે નહીં!
અને આ સમસ્યા ઉકલે નહીં ત્યાં સુધી પેલી આપણી નવી એપ ચાલુ ન થાય!
જુદા જુદા ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ તકલીફ જોવા મળે છે, જે વાસ્તવમાં એક ઉપયોગી ફીચર છે, પણ જાણકારીના અભાવે નડતરરૂપ
બને છે.
સ્ક્રીન ઓવરલે શું છે?
સ્ક્રીન ઓવરલે શબ્દ આપણા માટે અજાણ્યો હશે, પણ એનો અનુભવ અજાણ્યો નથી.
શરૂઆતમાં ઉદાહરણ આપ્યાં તેમ ઘણી એપ ફોનમાં બીજી એપ ચાલુ હોય ત્યારે પણ આપણને કશુંક
બતાવી શકે છે - આખા સ્ક્રીનમાં ઓપન થયા વિના. એ માટે એ એપે, સ્ક્રીન ઓવરલેનો ઉપયોગ કરવા આપણી પાસે મંજૂરી માગી હોય છે અને આપણે બેધ્યાનપણે
તે આપી પણ હોય છે.
હવે જ્યારે આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે, એ એપ સલામતીની બાબતે બહુ ચોક્કસ હોય તો તે આપણું ધ્યાન દોરે છે કે તમારા
ફોનમાં કોઈ એપ સ્ક્રીન ઓવરલેનો ઉપયોગ કરી રહી છે.
સ્ક્રીન ઓવરલેને કારણે આપણે અમુક એપ પર કંઈ કરી રહ્યા હોઈએ, જેમ કે અમુક બાબતોની પરમિશન આપી રહ્યા હોઈએ ત્યારે બીજી એપનો પાર્ટ ટપકી પડે
તો એ આપણને ગેરમાર્ગે દોરી શકે છે.
એટલે પેલી નવી એપ, પહેલાં અગાઉની એપની સ્ક્રીન
ઓવરલે પરમિશન બંધ કરવા કહે છે.
નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે સ્ક્રીન ઓવરલે નડે તો
નવી એપની સિસ્ટમ આપણને જે નોટિસ આપે છે તેમાં, તેને કઈ એપ માટેની સ્ક્રીન ઓવરલે પરમિશન નડે છે, તેની ચોખવટ કરેલી હોતી નથી. એટલે આપણી પાસે અખતરા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો
નથી.
એ પણ તકલીફ ખરી કે જુદી જુદી ફોન કંપની સ્ક્રીન ઓવરલે ફીચર માટે જુદા જુદા શબ્દપ્રયોગ કરે છે. એ ધ્યાનમાં રાખીને, સૌથી પહેલાં આપણે ફોનના સેટિંગ્સમાં,
એપ્સમાં જઈને એ
તપાસવું પડશે કે આપણે કઈ કઈ એપને સ્ક્રીન ઓવરલેની પરમિશન આપેલી છે.
સેટિંગ્સમાં એ તબક્કા સુધી પહોંચવા screen
overlay, draw over, on the top, above વગેરે શબ્દો સર્ચ કરી જુઓ. કરી લો અને ડ્રો ઓવર અધર એપ્સના તબક્કા સુધી ડાઇરેક્ટ
પહોંચી જાવ. અથવા, સેટિંગ્સમાં, એપ્સમાં, ગીયર આઇકન પર ક્લિક કરીને આ
વિકલ્પ સુધી પહોંચો. સેમસંગ ફોનમાં આવી પરમિશન અપીયર ઓન ટોપ એવા નામે જોવા મળશે.
અહીં તમને એક મજાની સરપ્રાઇઝ મળશે! અહીં,
જાતભાતની ઘણી એપને આવી
પરમિશન તમે આપેલી હોઈ શકે છે. હવે કામચલાઉ બધી જ એપ માટેની ઓવરલે પરમિશન બંધ કરી, પેલી નવી એપ ચાલુ કરી જુઓ. અવરોધ વિના એ એપ ઓપન થાય તો વારાફરતી ઉપયોગી
એપ્સમાં ઓવરલે પરમિશન ફરી આપો,, બાકી અમુક એપનાં ઉપયોગી
ફીચર્સ બંધ થઈ જશે!