ડિજિટલ ઇમેજ કે ડિસ્પ્લેનના પાયા સમાન 'પિક્સેલ 'શું છે ?

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ડિજિટલ ઇમેજ કે ડિસ્પ્લેનના પાયા સમાન 'પિક્સેલ 'શું છે ? 1 - image


આજના સ્માર્ટ ટેકનોલોજીના યુગમાં એક શબ્દ વારંવાર આપણી નજરે ચઢે છે - પિક્સેલ્સ. આજના સમયમાં પિકસેલના ત્રણ અર્થ છે ઃ

એક,  ગૂગલે તેના સ્માર્ટફોનની સીરિઝને પિકસેલ નામ આપ્યું છે.

બે, પિકસેલ શબ્દનો વધુ સામાન્ય ઉપયોગ ડિજિટલ ઇમેેજ માટે થાય છે.

ત્રણ, પિકસેલ શબ્દ વિવિધ પ્રકારના ડિજિટલ સ્ક્રીનની ડિસ્પ્લે ક્ષમતા દર્શાવવા માટે પણ થાય છે.

અત્યાર પૂરતું આપણે બીજા અને ત્રીજા પ્રકારના ઉપયોગ પર ફોકસ કરીએ. જે બંને એકમેકને મળતી આવતી બાબત છે.

હવે આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલ ઇમેજ કે ડિસ્પ્લે સ્ક્રીન પર દેખાતી બાબતો સંખ્યાબંધ નાના નાના ડોટ્સથી રચાય છે. આવા સૌથી નાના ડોટ કે યૂનિટને ‘પિકસેલ’ કહેવામાં આવે છે.

પિકસેલ શબ્દ ‘Picture Element - પિકચર એલિમેન્ટ’માંથી બનેલો છે.

કોઈ પણ ડિજિટલ ઇમેજ કે ડિજિટલ સ્ક્રીન પર દેખાતી બાબતો એક એક પિકસેલમાં સમાયેલી કલર સંબંધિત વિગતોને આધારે આખા ચિત્રનો આકાર લે છે. એ માટે હજારો લાખો પિક્સેલનો ઉપયોગ થાય.

પિકસેલ સાથે ગાઢ રીતે સંકળાયેલો શબ્દ છે રેઝોલ્યુશન. ઇમેજના રેઝોલ્યુશનનો આધાર તેમાં કેટલી સંખ્યામાં પિકસેલનો ઉપયોગ થયો છે તેના પર છે.

સામાન્ય નિયમ અનુસાર જેમ પિકસેલની સંખ્યા વધુ તેમ રેઝોલ્યુશન ઊંચું, તેમ જે તે ડિજિટલ ઇમેજ કે ડિસ્પ્લે સ્ક્રીનમાં સ્પષ્ટતા પણ વધુ.

૧૯૫૦-૬૦ના દાયકામાં કમ્પ્યૂટર ગ્રાફિક અને ડિજિટલ ઇમેજિંગ ટેકનોલોજી વિકસવા લાગી એ સાથે પિક્સેલનો કન્સેપ્ટ પણ ચલણી બન્યો. 


Google NewsGoogle News