Get The App

‘SEO પોઇઝનિંગ’થી સાવધાન! સ્કેમર્સ નવી ટેક્નિકથી બનાવે છે નિશાન, જાણો કેવી રીતે બચી શકાય

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
‘SEO પોઇઝનિંગ’થી સાવધાન! સ્કેમર્સ નવી ટેક્નિકથી બનાવે છે નિશાન, જાણો કેવી રીતે બચી શકાય 1 - image


SEO Poisoning : હાલમાં SEO પોઇઝનિંગ વિશે ઘણું સાંભળવા મળી રહ્યું છે. SEOનો મતલબ સર્ચ એન્જિન ઓપ્ટીમાઇઝેશન થાય છે. આ શબ્દ ડિજીટલ માર્કેટિંગ અથવા તો વેબની સાથે સંકળાયેલા લોકો સતત ઉપયોગ કરતાં હોય છે. જોકે, હવે સ્કેમર્સ દ્વારા SEOમાં ઝેર એટલે કે વાઇરસ મૂકી દેવામાં આવે છે, જેને SEO પોઈઝનિંગ કહેવામાં આવે છે. SEOમાં જ વાઇરસ મૂકી દેવામાં આવે, પછી યુઝર કંઈ સર્ચ કરે ત્યારે સાચી માહિતી મળે તે પહેલાં સાયબર ક્રિમિનલ દ્વારા વાઇરસથી ભરેલી વેબસાઇટ યુઝરને મળે છે. તેના પર ક્લિક કરતાં યુઝરનું ડિવાઇઝ હેક થઈ જાય છે.

આ પણ વાંચો : ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરો ત્યારે ધ્યાનમાં રાખવા જેવું

SEO પોઇઝનિંગ કેવી રીતે કામ કરે છે?

શબ્દો પર ભાર

સાયબર ક્રિમિનલ્સ ટ્રેન્ડિંગ ટોપિકને પસંદ કરે છે. ત્યારબાદ, કયા શબ્દો સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યા છે તે નક્કી કરે છે અને પછી તેમાં વાઇરસનો સમાવેશ કરે છે. ઉદાહરણ તરીકે, થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે રશિયા દ્વારા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે અને એને વર્લ્ડ વોર 3ની શરુઆત કહી શકાય છે. આ સમયે હેકર્સ દ્વારા "રશિયા" અથવા "વર્લ્ડ વોર 3" જેવા શબ્દનો ટાર્ગેટ કરીને એમાં વાઇરસ મૂકવામાં આવે છે.

શબ્દની સાથે કન્ટેન્ટ 

યુઝર આ અંગેની વિગતો જાણવા SEO પર તેના વિશે સર્ચ કરે ત્યારે તેને ખોટી વેબસાઇટ મળે છે, અને એના પર ક્લિક કરતાં જ સાયબર ક્રિમિનલનું મિશન સફળ થઈ જાય છે. હેકર્સ દ્વારા તમામ શબ્દો અને દરેક વસ્તુને એટલી સારી રીતે દેખાડવામાં આવે છે, કે એ સાચી લાગે. એમાં અન્ય વેબસાઇટને લિંક કરીને પણ માહિતી આપવામાં આવી શકે છે.

વેબસાઇટનો રેન્ક વધારવો 

હેકર્સ દ્વારા બ્લેક હેટ SEO ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકમાં બેકલિન્ક્સનું ખોટું નેટવર્ક ઊભું કરવામાં આવે છે. આ દરમ્યાન યુઝર્સને તે જે સર્ચ કરે છે તે સિવાયની વસ્તુ દેખાય છે.

રિડાઇરેક્શન 

યુઝરે એક વાર લિંક પર ક્લિક કર્યું કે ત્યાંથી તેને અન્ય લિંક પર રિડાઇરેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેની માહિતી ચોરવાની કોશિશ કરવામાં આવે છે અથવા તો તેને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.

રિસ્ક અને પરિણામ

મેલવેર ઇન્ફેક્શન 

જે પણ યુઝર આ વેબસાઇટ અથવા લિંક પર ક્લિક કરે છે, તેના ડિવાઇઝમાં મેલવેર ડાઉનલોડ થાય છે. આ મેલવેર પર્સનલ ડેટાની ચોરી કરે છે. પરિણામે ખાતામાંથી પૈસા ચોરી કરી લે છે અને કેટલાક સંજોગોમાં ઓળખ ચોરી લે છે.

આ પણ વાંચો : વોટ્સએપ યુઝર્સ માટે ખાસ ઉપયોગી ફીચર, જાણો નંબર સેવ કર્યા વિના પણ કેવી રીતે મેસેજ કરી શકાય


ફિશિંગ એટેક 

આ પ્રકારના એટેકમાં યુઝરની પર્સનલ ડિટેઇલ ચોરી લેવામાં આવે છે. ખાસ કરીને બૅન્ક એકાઉન્ટ અને ઇન્ટરનેટ બૅન્કિંગના પાસવર્ડ અને યુઝરનેમ સાથે જ ક્રેડિટ કાર્ડની માહિતી પણ ચોરી લેવામાં આવે છે. મોટી કંપનીઓની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવવામાં આવે છે અને પૈસાની છેતરપિંડી થાય છે.

SEO પોઇઝનિંગથી કેવી રીતે બચવું?

હંમેશાં સર્ચ કરો ત્યારે ધ્યાનથી જોવું. સેફ અને સુરક્ષિત વેબસાઇટની આગળ https:// લખેલું હોય છે. શક્ય હોય તો એન્ટિવાઇરસ અથવા એન્ટિ-મેલવેર ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો. કરન્ટ સ્કેમ ટ્રેન્ડ વિશે માહિતી મેળવતાં રહેવું. કોઈ વેબસાઇટ ખોટી હોય અને એ વિશે ખબર પડે તો અન્ય વ્યક્તિને એ વિશે માહિતી પહોંચાડતાં રહેવું, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એ માહિતી સાચી હોય.



Google NewsGoogle News