ચેતી જજો: શું તમે QR Code સ્કેન કરો છો? આ એક જ ભૂલથી ખાલી થઈ શકે છે એકાઉન્ટ
ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કે કોઈ પણ સર્વિસ એક્સેસ કરતી વખતે લોકો QR Code સ્કેન કરે છે
QR Code Scam: QR Code Scam: લોકોને ફસાવવા માટે સ્કેમર્સ ઘણાં પ્રકારના રસ્તા અજમાવતા હોય છે. સાયબર સિક્યુરીટી કંપનીઓના મતે સ્કેમર્સ લોકોને ફિશિંગ લિંક મોકલીને છેતરતા હોય છે. તે લોકોને ઈ-મેલમાં QR Code મોકલીને છેતરે છે. આ QR Code ફિશિંગ લિંક અને સ્કેમ પેજ સાથે અનકોડેડ હોય છે. જેથી કોઈ યુઝર આ કોડને સ્કેન કરે એટલે તે આ સ્કેમનો શિકાર બને છે. આ સિવાય ગિફ્ટ કે રિટર્નના નામે પણ લોકોને ફસાવવામાં આવતા હોય છે.
આ છેતરપિંડી કેવી રીતે થાય છે?
કોઈ યુઝર ગિફ્ટ કે રિટર્ન મેળવવા માટે કોડ સ્કેન કરે અને ત્યારબાદ પોતાનો પાસવર્ડ એન્ટર કરે છે ત્યારે છેતરાય છે. તેનું કારણ એ છે કે ગિફ્ટ માટે સ્કેન કરતા તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આ માટે સ્કેમર્સ દુકાનોમાં તથા અન્ય સ્થળે પણ QR Code લગાવે છે.
અમેરિકન એજન્સી FBIની ચેતવણી
ઘણી દુકાનોમાં ઘણાં બધા QR Code લગાવેલા દેખાય છે એવામાં સ્કેમર્સ તેમના કોડ પણ ચોંટાડી દે છે. જેના કારણે કોઈ બીજા એકાઉન્ટમાં પેમેન્ટ થઇ જતું હોય છે. આ અંગે અમેરિકન એજન્સી FBIએ પણ ચેતવણી જાહેર કરી હતી. અ સિવાય તે અસલી કોડ પર ફેક કોડ પણ લગાવતા હોય છે, જેમાં ક્યારેક આવા કોડ સ્કેન કરતી વખતે મોબાઈલ હેક થઇ શકે છે અથવા તો જાસૂસી પણ થઇ શકે છે.
ફિશિંગ એટેક એટલે શું?
આ પ્રકારના સ્કેમને એક માછલી પકડવા માટે નંખાતી જાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં લોકોને લાલચ આપવામાં આવે છે અને છેતરવામાં આવે છે. આ પ્રકારના સ્કેમને ઈ-મેલ કે એસએમએસ દ્વારા અંજામ આપવામાં આવે છે.
QR Code સૌથી મોટો ખતરો છે
સરકાર અને સાયબર સિક્યુરીટી કંપનીઓ દ્વારા લોકોને આ પ્રકારના સ્કેમ બાબતે સાવધાન કરવામાં આવે છે. ઇ-મેલ કે એસએમએસ દ્વારા લિંક મોકલીને લોકોને છેતરવામાં આવે છે. જોકે આ બાબતે લોકોમાં જાગૃતિ વધતા લોકો આવી લિંક ખોલતા નથી, પરંતુ હવે સ્કેમર્સ દ્વારા ફિશિંગ લિંકની જગ્યાએ QR Code સેન્ડ કરવાનું શરુ કરાયું છે, જે વધુ ખતરનાક છે કારણ કે લિંકને યાદ પણ રાખી શકાય છે પણ QR Code ઓળખવો અશક્ય છે.
કેવી રીતે બચી શકાય?
ઈન્ટરનેટના જમાનામાં સાવધાન રહેવું એ જ એકમાત્ર ઉપાય છે. એટલે જો તમેને કોઈ ઇમેલમાં QR Code જોવા મળે તો તેને એક ખતરો સમજીને તેને સ્કેન કરવાથી બચવું જોઈએ. આ સિવાય સ્કેમર્સ પાસવર્ડ કોમ્પ્રોમાઇસ કે સર્વિસ એક્સપાયરી જેવી બાબતે ઈ-મેલ કરીને લોકોને જલદી પગલાં લેવા ઉશ્કેરી શકે છે. આ ઉપરાંત QR Code સ્કેન કરતી વખે ખાસ જોવું કે તે કોના નામે છે. જો તે દુકાનદારના નામ પર જ હોય તો પેમેન્ટ કરવું તેમજ ફ્રી ગિફ્ટ કાર્ડ બાબતે પણ સચેત રહેવું જરૂરી છે.