Q* AI: OpenAIનું નવું ટૂલ Q*, જે લોકો માટે છે ખતરનાક, માણસો કરતા પણ વધુ છે સ્માર્ટ, જાણો તેના વિશે
જનરેટિવ AI ગાણિતિક મોડલ્સ પર આધાર રાખે છે અને તે વ્યાપક રીતે મશીન લર્નિંગનો સબસેટ છે
હાલમાં, જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ હોય કે જીમેલ, દરેક જગ્યાએ તેનો થઈ રહ્યો છે
What is Q* AI: ગયા વર્ષે ChatGPT લૉન્ચ કરતી વખતે વિશ્વને OpenAIનું નામ સૌપ્રથમ જાણવા મળ્યું હતું અને હવે OpenAI ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. આ વખતે કારણ કંપનીની સિદ્ધિઓ વિશે નથી, પરંતુ તેના CEO સેમ ઓલ્ટમેનને દૂર કરવા અને તેના પછીના વાપસી વિશે છે. સેમની વાપસીની સાથે અન્ય એક સમાચાર આવે છે જેણે વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. OpenAIનો નવો પ્રોજેક્ટ લોન્ચ પહેલા જ વિવાદમાં આવી ગયો છે. આ પ્રોજેક્ટનું નામ Q* છે. સમજવાની કોશિશ કરીએ કે Q* પ્રોજેક્ટ શું છે જે મનુષ્યો માટે ખતરો હોવાનું માનવામાં આવે છે.
શું OpenAI, Q* પ્રોજેક્ટને દુનિયાથી છુપાવી રહ્યું છે?
OpenAIના નવા પ્રોજેક્ટનું નામ Q* (Q Star) છે જે AIનો એક નવો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું, પરંતુ તેની કોઈને જાણ નહોતી. તાજેતરમાં, સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી બરતરફ કર્યા પછી, સામાજિક એજન્સી રોઇટર્સને એક ઈ-મેલ મળ્યો હતો જેનાથી આ પ્રોજેક્ટ વિશે માહિતી સામે આવી હતી.
OpenAIનો Q* પ્રોજેક્ટ શું છે?
હાલમાં Q* પ્રોજેક્ટ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) ટૂલ છે. જે બાબતે સેમ ઓલ્ટમેને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે AGI મનુષ્ય કરતાં વધુ સ્માર્ટ છે. પરંતુ સેમ દ્વારા આ તેની ખામીઓ વિષે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. પરંતુ AGI માનવતા અને મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નવા ટૂલમાં ગણિતની સમસ્યાઓ ખૂબ જ સચોટ અને ઝડપી ઉકેલવામાં આવી છે. જનરેટિવ AI ગાણિતિક મોડલ્સ પર આધાર રાખે છે અને તે વ્યાપક રીતે મશીન લર્નિંગનો સબસેટ છે. હાલમાં, જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ લખવામાં થાય છે. જનરેટિવ AI તમે જે ટાઇપ કરો છો તેના આધારે આગળના શબ્દો સૂચવે છે.