Get The App

વિન્ડોઝમાં મિસ્ટ્રી ફોલ્ડરની કહાની શું છે? જાણો કેમ ડિલીટ ન કરવું એ...

Updated: Apr 15th, 2025


Google News
Google News
વિન્ડોઝમાં મિસ્ટ્રી ફોલ્ડરની કહાની શું છે? જાણો કેમ ડિલીટ ન કરવું એ... 1 - image


Windows Mystery Folder: વિન્ડોઝ યુઝર્સ દ્વારા હાલમાં તેમને એક મિસ્ટ્રી ફોલ્ડર જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે એક સિક્યોરિટી પેચ આવ્યો હતો અને એને ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝર્સને તેમની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફોલ્ડર જોવા મળી રહ્યું છે. આ ફોલ્ડર મોટાભાગે C:\inetpub લોકેશન પર જોવા મળે છે. આ એક ખાલી ફોલ્ડર હોય છે. માઇક્રોસોફ્ટની ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસને લગતું આ ફોલ્ડર છે. સિક્યોરિટી પેચ ઇન્સ્ટોલ કરતાની સાથે જ આ ફોલ્ડર બની જશે. આ ફોલ્ડરનો ઉપયોગ વિન્ડોઝ એક્ટિવેશન પ્રોસેસમાં કોઈ ખરાબી આવી અથવા તો છેડખાની કરવામાં આવી તો એ સમસ્યાને દૂર કરવા માટે છે.

શું કહ્યું માઇક્રોસોફ્ટે?

આ ફોલ્ડરને લઈને સોશિયલ મીડિયા પર ઘણાં લોકો સવાલ કરી રહ્યાં હતા. આ વિશે માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘સિક્યોરિટી અપડેટ્સમાં જણાવવામાં આવેલા પેચને ઇન્સ્ટોલ કર્યા બાદ સિસ્ટમ ડ્રાઇવમાં યુઝર્સને એક ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરને ડિલીટ ન કરવું. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ એક્ટિવેટ હોય કે ન હોય આ ફોલ્ડરને ડિલીટ ન કરવું. માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોટેક્શનમાં જે બદલાવ કરવામાં આવ્યો છે આ ફોલ્ડર એનો જ એક ભાગ છે. આ માટે કોઈ એક્શન લેવાની જરૂર નથી. ફોલ્ડરને એમનું એમ રહેવા દેવું.’

વિન્ડોઝમાં મિસ્ટ્રી ફોલ્ડરની કહાની શું છે? જાણો કેમ ડિલીટ ન કરવું એ... 2 - image

પહેલાં પણ આ ફોલ્ડર હાજર હતું

આ ફોલ્ડર મોટાભાગના લોકો માટે નવું હશે, પરંતુ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસનો ઉપયોગ કરનારા એડમિનિસ્ટ્રેટર્સ વર્ષોથી આ ફોલ્ડરને જોતા આવ્યા છે. એમાં વેબ સર્વરની સ્ક્રિપ્ટ ફાઇલ્સ, સાઇટ કન્ટેન્ટ અને અન્ય ડેટાને સ્ટોર કરવામાં આવે છે. આ ફોલ્ડરને રીડ-ઓનલી સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે. એથી એનો કોઈ દુરુપયોગ ન કરી શકે અને તેમાં છેડખાની પણ ન થઈ શકે. વિન્ડોઝ 10 અને 11માં ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્સ્ટોલ ન કર્યું હશે તો પણ આ ફોલ્ડર હવે જોવા મળશે. આથી એ જ્યાં છે એનું ત્યાં જ રહેવા દેવું.

આ। પણ વાંચો: કેટી પેરી સહિત છ મહિલાઓએ અંતરિક્ષની સફર ખેડીને ઇતિહાસ રચ્યો, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

ડિલીટ કરી દીધું હોય તો શું કરવું?

આ ફોલ્ડરને ડિલીટ કરી દીધું હોય તો ફરી એને ફિક્સ કરી શકાય છે. આ માટે વિન્ડોઝના કન્ટ્રોલ પેનલમાં જવું. ત્યાર બાદ પ્રોગ્રામ્સ અને ફીચર્સમાં જવું. ત્યાર બાદ ડાબી બાજુ ટર્ન વિન્ડોઝ ફીચર્સ ઓન ઓર ઓફ લખ્યું હશે. ત્યાર બાદ એમાં નીચે જઈને ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ ઓપ્શન શોધવું અને એના પર ક્લિક કરીને ઓકે કરવું. આ કર્યા બાદ ફોલ્ડર ઓટોમેટિક ફરી બની જશે.

Tags :