Get The App

18 વર્ષ પછી આકાશમાં જોવા મળશે લુનર સ્ટેન્ડસ્ટિલનો નજારો, 7 મહિના સુધી ચંદ્ર સ્થિર ઊભો જોવા મળશે

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
moon


Major Lunar Standstill: લગભગ 18 વર્ષ પછી આકાશમાં એક અદભૂત ઘટના જોવા મળશે. આ સંયોગ અગાઉ વર્ષ 2006માં બન્યો હતો. આ ઘટનામાં ચંદ્ર લાંબા સમય સુધી આકાશમાં જોવા મળશે. આ ઘટનાને મેજર લુનર સ્ટેન્ડ સ્ટિલ કહેવામાં આવે છે. આ ઘટના દર 18.6 વર્ષે થાય છે. જે નારી આંખે જોઈ શકાય છે. 

વિજ્ઞાનીઓ પણ કહે છે કે આ ખૂબ જ રોમાંચક ઘટના બનવાની છે કારણ કે આ નજારો એક કે બે દિવસ માટે નહીં પરંતુ 7 મહિના સુધી જોવા મળશે. નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ લુનર સ્ટેન્ડસ્ટિલની પ્રક્રિયા એટલે ચંદ્રના ઉદયનો અને અસ્તનો સૌથી વધુ સમય (Lunar Standstill). 

આ ઘટના કેમ બની રહી છે?

8 એપ્રિલના પૂર્ણ સૂર્યગ્રહણ પછી મેજર લુનર સ્ટેન્ડસ્ટિલ આ વર્ષની બીજી મહત્વપૂર્ણ ખગોળીય ઘટના હશે. આ સમય દરમિયાન ચંદ્ર ક્ષિતિજ પર ઉત્તરમાં સૌથી દૂરના અંતરે ઉદય પામશે અને દક્ષિણમાં સૌથી દૂરના અંતરે અસ્ત પામશે. તેમન ચંદ્રના ઉદય અને અસ્તની કુદરતી પ્રક્રિયા વચ્ચેનો સમય પણ વધુ હશે. 

આવું એટલા માટે થાય છે કારણ કે ચંદ્રએ સૂર્યની જેમ સમાન માર્ગ પર ભ્રમણ  નથી કરતો. પૃથ્વી અને ચંદ્રની હિલચાલને કારણે, ક્ષિતિજ પર ચંદ્રના ઉદય અને અસ્ત થવાની સ્થિતિ સતત બદલાતી રહે છે.

ઉપરાંત, પૃથ્વીની સૂર્ય ફરતેની અને ચંદ્રની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષાની પ્રક્રિયાને કારણે ક્ષિતિજ પર ચંદ્રના ઉગવાની અને આથમવાની સ્થિતિમાં પણ ફેરફાર થતો રહે છે. આપણું સૂર્ય મંડળ સપાટ છે અને તમામ ગ્રહો આ જ સમતલમાં સૂર્યની દીર્ઘ વર્તુળાકારે પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી તેની ધરી પર 23.4 ડિગ્રીએ ઝૂકેલી છે. પરિણામે સૂર્ય 48 ડિગ્રીએ ઉદય અને અસ્ત પામે છે.

જો કે ચંદ્ર તેની ધરી પર 5.1 ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં ભ્રમણ કરે છે. એટલે જ તો ચંદ્ર દર મહિને 57 ડિગ્રીએ રહીને ઉગે છે અને આથમે છે. કહેવાનો અર્થ એ છે કે ચંદ્ર ક્ષિતિજ પર જુદી જુદી સ્થિતિમાં રહીને ઉદય-અસ્ત પામે છે. જે સૂર્ય નથી કરી શકતો.

ક્યારે જોઈ શકાશે આ અદ્ભુત નજારો?

સપ્ટેમ્બર 2024 અને માર્ચ 2025 વચ્ચે આ દ્રશ્ય જોવા મળશે. જો આકાશ ચોખ્ખું હોય તો તમે આ ખગોળીય દૃશ્યનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો. તેને જોવાનો શ્રેષ્ઠ સમય ચંદ્રના ઉદય અને અસ્ત થવાનો છે.

18 વર્ષ પછી આકાશમાં જોવા મળશે લુનર સ્ટેન્ડસ્ટિલનો નજારો, 7 મહિના સુધી ચંદ્ર સ્થિર ઊભો જોવા મળશે 2 - image


Google NewsGoogle News