એક બાજુ ફોન ચાર્જ થશે, બીજી બાજુ ખાલી થતુ રહેશે તમારુ એકાઉન્ટ, કેવી રીતે બચશો આવા ઠગોથી
નવી રીતથી સ્કેમર્સ ઘડીભરમાં જ તમારુ એકાઉન્ટ ખાલી કરી નાખશે
આ સાયબર ફ્રોડમાં યુજર્સને ના કોઈ કોલ આવશે અને ના કોઈ ઓટીપી પુછવામાં આવે છે
Image Envato |
તા. 15 નવેમ્બર 2023, બૂધવાર
સાયબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ઘણીવાર સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. આજે અમે તમને એક નવી સિસ્ટમથી થતી છેતરપીંડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સાંભળી તમારા પગ નીચેથી ધરતી સરકી જશે, કેમકે આ નવી રીતથી સ્કેમર્સ ઘડીભરમાં જ તમારુ એકાઉન્ટ ખાલી કરી નાખશે અને તમને ખબર પણ નહીં પડે. આવો જાણીએ આખરે શું છે આ સમગ્ર મામલો.
હકીકતમાં સાયબર ફ્રોડ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતી આ નવી ટેકનિક છે, જેને Juice jacking નામ આપવામા આવે છે. જેનો ઉપયોગ કરીને સાયબર સ્કેમર્સ કેટલાય લોકોની જીંદગીભરની કમાણી લૂંટી લે છે. Juice jacking ના આ સાયબર ફ્રોડમાં યુજર્સને ના કોઈ કોલ આવશે અને ના કોઈ ઓટીપી પુછવામાં આવે છે. છતાં પણ તમારુ બેંક એકાઉન્ટ પુરુ ખાલી થઈ જશે.
કઈ રીતે કામ કરે છે Juice jacking..?
Juice jacking નામની આ ટેકનીકનો સ્કેમર્સ ઉપયોગ કરી રહ્યા છે. તેના માટે સ્કેમર્સ નકલી ચાર્જીંગ સ્ટેશનનો સેટઅપ લગાવે છે. જ્યારે કોઈ યુજર્સ સ્કેમર્સ દ્વારા કરવામાં આવેલા કોઈ ચાર્જીંગ સ્ટેશન પર પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે મુકે છે તેની સાથે જે સ્કેમર્સ તેના સહિતની ખાનગી ડેટા ચોરી લે છે.
આવામાં સાયબર ક્રિમિનલ્સ બેંકિંગ એપ અને મેસેજનું એક્સેસ લઈ શકે છે. તે પછી બેંક એકાઉન્ટમાં લોગઈન કરીને એકાઉન્ટમાં રહેલી રકમને ક્ષણવારમાં જ ખાલી કરી નાખે છે. નવાઈની વાત એ છે કે આમાં તમને જરા પણ ગંધ નહી આવે અને તમારુ એકાઉન્ટ ખાલી થઈ જશે.
કેવી રીતે બચશો આવા સ્કેમર્સથી
સરકારે આ બાબચે Juice jacking થી સાવધાન રહેવાની સલાહ આપી છે. જેમા સેફ્ટી માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જ્યારે પણ આ રીતે તમે કોઈ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરવા મુકો છો, તો તેમા પોપઅપ તરીકે કેટલાક ઓપ્શન જોવા મળે છે, જે Share Data અથવા Trust this Computer અને Charge Only જેવા ઓપ્શન જોવા મળશે, એવામાં તમે માત્ર Charge Only વાળુ ઓપ્શન સિલેક્ટ કરો. આવુ કરવાથી સ્કેમર્સ મોબાઈલમાં રહેલી એપ્સ અને SMS સુધી નહી પહોચી શકે.