Get The App

ઘરમાં ગીઝર કેટલાં ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જવાબ સાંભળી ચોંકી જશો

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
ઘરમાં ગીઝર કેટલાં ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જવાબ સાંભળી ચોંકી જશો 1 - image


Water Geyser Temperature: ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા લોકોએ ગીઝરથી ગરમ પાણી કરવાનું શરૂ કરી દીધું છે. તો આજે અમે તમને જણાવીશું કે કેટલા ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. ઘણા લોકો ઘરમાં ગીઝર લગાવે છે. ઘણા લોકો ફૂલ ટેમ્પરેચર પર પાણી ગરમ કરે છે. શું તમે સ્નાન કરવાના પાણીનું યોગ્ય ટેમ્પરેચર જાણો છો?

ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી અને એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વોટર હીટર ગીઝર 40-60 ડિગ્રી ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ. 

આ ટેમ્પરેચર તમે તમારા શહેરમાં પડતી ઠંડીના હિસાબે એડજસ્ટ કરી શકો છો. પાણી ગરમ કરવા માટે ટેમ્પરેચર સેટ કરવાનો ઓપ્શન ગીઝની અંદર મળી જાય જશે. વોટર હીટર ગીઝરમાં પાણીનો આઈડિયન ટેમ્પરેચર પર ગરમ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘરની વીજળી બરબાદ નહીં થશે. આ સાથે જ તમારે વધુ ગરમ પાણીના કારણે નુકસાન નહીં થશે.

આદર્શ ટેમ્પરેચર પરના ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને કોઈ નુકસાન નથી થતું. વધુ ગરમ પાણીનો સ્નાન કરવા માટે ઉપયોગ કરવાના કારણે અનેક નુકસાન થાય છે. તેમાં ડેંડ્રફ અને હેર ફોલ વગેરે સામેલ છે.

ગરમીની સરખામણીમાં શરીર ઓછું ઓઈલ પ્રોડ્યૂસ કરે છે. આવી સ્થિતિમાં શરીરના ઘણા ભાગોમાં ખંજવાળ આવી શકે છે. ગરમ પાણીના કારણે આ સમસ્યામાં વધારો થઈ શકે છે. હવે અનેક લેટેસ્ટ ગીઝરની અંદરના ડિસ્પ્લેનું ફીચર મળી રહ્યું છે. તેમાં યૂઝર્સ વોટર ટેન્કની અંદરના પાણીનું  ટેમ્પરેચર ચેક કરી શકે છે. 


Google NewsGoogle News